________________
ܬܪܪ
રાસમાળા
તેના નીચે પ્રમાણે બબિષ્ટ જન્માક્ષર વર્યો, તેથી, મુજ રાજાને તેના ઉપર કોધ ઉત્પન્ન થયો.
पंचाशत्पंचवर्षाणि सप्तमासं दिनत्रयम् । __ भोजराजेन भोकव्यः सगौडो दक्षिणापथः ॥ અર્થ-બાજરાજા, પંચાવન વર્ષ, સાત માસ અને ત્રણ દિવસ સુધી દક્ષિણું પથ અને ગૌડનું રાજ્ય ભગવશે.”
રાજાએ જાણ્યું કે, ભેજ ગાદિયે બેસશે તે મારા પુત્રને રાજ્ય મળશે નહિ તેથી તેને મારી નાંખવાને નિશ્ચય કર્યો, પણ એને પ્રાણ લેવાને જેઓને મોકલ્યા હતા તેઓ એની સુંદરતા અને સગુણ જોઈને એને મારી નાંખવાનું કામ કરી શક્યા નહિ. રાજાએ તેમને સોંપેલા કામ વિષે પૂછયું ત્યારે તેઓએ તેને કહ્યું કે અમે અમારું કામ પૂર્ણ કર્યું છે. એમ કહીને જે તેઓને કાગળ આપ્યો હતો તે રાજાના હાથમાં મૂકે તેમાં નીચે પ્રમાણે લખેલું હતું –
मान्धाता स महीपतिः कृतयुगालंकारभूतो गतः सेतुर्येन महोदधौ विरचितः कासौ दशास्यान्तकः । अन्ये चापि युधिष्ठिरप्रभृतयो याता दिवं भूपते
नैकेनापि समंगता वसमती मन्ये त्वया यास्यति ॥ અર્થ-સત્યુગના અલંકાર રૂપ માધાતા મહીપતી મરી ગયે; જેણે મહા સમુદ્રની ઉપર પાજ બાંધી, અને જેણે દશ મસ્તકવાળા રાવણને નાશ કર્યો એ પૃથ્વીપતિ રામ પણ કયાંય જતો રહ્યો; તેમ જ, એ વિના યુધિહિર આદિ લઈને બીજા રાજાઓ સ્વર્ગે ગયા પણ તેમનામાંથી કેઈની સાથે પૃથ્વી ગઈ નહિ, તથાપિ મને લાગે છે કે, હે મુંજ રાજા! એ પૃથ્વી હવે તારી સાથે આવશે.
૧ અંગ્રેજીમાં છ માસ લખ્યા છે તે ભૂલ થયેલી જણાય છે. ૨. ઉં.
૨ આ વિષે એવી કથા છે કે બંગાલાના (વંગ અથવા બંગ દેશના) ભૂપાળને વત્સરાજ નામે યોદ્ધો હતે તેને એક ગામ આપવાની લાલચ દઈ મુંજે ભેજને મારી નાંખવાનું કામ સંપ્યું હતું. તેને આ કામ અયોગ્ય લાગ્યું હતું, પણ રાનની મરજી રાખવાને એ કામ તેણે નામનું જ માથે લીધું, ને ભેજને વનમાં લઈ ગયા પણ માયા વિના છાનોમાને પાછો આણ એક ભોંયરામાં સંતાડી મૂકયો ને રાજાની ખાતરી કરી આપવા સારૂ તેને એક કૃત્રિમ માધું કરીને બતાવ્યું. ૨. ઉ.
૩ કાગળ નહિ પણ વડના પાંદડા ઉપર લોહીવડે જે લખી આપ્યું હતું એવી કિવદંતિ છે. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com