________________
૧૧૪
રાસમાળા જોવામાં આવે છે ખરે, તે પણ જે સમયનું તે લખે છે તેની લગભગ તે થયો છે, અને તેણે જે વર્ણન આપ્યું છે તેમાંથી બીજું સૂઝી આવે છે, તથા જુદે જુદે ઠેકાણેથી એકઠી કરેલી સામગ્રીની ગોઠવણી કરવાનું સાધન, તે ઉપરથી મળી આવે છે એ કારણને લીધે તે ખપનું છે. | હેમાચાર્ય કહે છે કે, “ભીમદેવે સારી રીતે રાજ્ય ચલાવ્યું. તે વ્ય“ભિચારને અપરાધ જ કરતો નહિ. ચેરેને તે યુક્તિથી પકડીને શિક્ષા “કરતે હતો, તેથી તેના રાજ્યમાં ચોરીઓ ઓછી થતી હતી. તે જીવરક્ષા બહુ સારી રીતે કરતે, તેથી વનમાં વાઘવરૂથી પણ કોઈને જીવ લેવાતે નહિ. જે રાજાઓ શત્રુની બહીકથી નાસડું લેતા તે ભીમને શરણે આવી “રહેતા: કેટલાક રાજા તેના રાજ્યમાં ચાકરીએ રહ્યા હતા તેથી તે “રાજા“ધિરાજ” ફહેવાયો. પુંડ અને અંધના રાજાઓએ તેને નજરાણું મોકલ્યાં “હતાં. મગધમાં પણ તેની કીર્તિ પ્રસરી હતી; કવિએ માગધી અને બીજી “ભાષામાં એનાં પરાક્રમનાં વખાણુની કવિતા કરી હતી, તેથી તેની કીર્તિ
એટલી બધી પ્રસરી હતી કે તેને જાણે નજરે દીઠે હોયની એમ આઘેના દેશના લોકો તેને ઓળખતા હતા.
“એક વાર ભીમના બાતમીદારોએ આવીને તેને કહ્યું કે, ભૂમિ ઉપર અતિ ફૂલાઈ જઈને સિધુ પતિ અને ચેદીનો રાજા આપની કીર્તિને “ધિક્કાર કરે છે. અપયશ આપે છે, આપના ગુણોને અપકર્ષ કરે છે અને
આપનામાં દોષ આરોપણ કરે છે. સિધુરાજા તે કહે છે કે “એક વાર હું “ભીમની ખબર લઈશ.” આ રાજાની ધારણાઓ જેવી મોટી છે તે પ્રમાણે “તેનામાં બળ પણ છે. શિવશાણના રાજાને તેણે જિતી પિતાના કટકમાં “રાખે છે, તેમ જ ઘણાએક બીજા બેટન રાજાઓ અને ગઢપતિઓને તાએ કહ્યા છે.”
આ બધી વાતો ભીમે જ્યારે સાંભળી ત્યારે તેણે પોતાના પ્રધાનને બોલાવી એ વિષે વિચાર કરવા માંડ્યો, ને એકદમ સેના એકઠી કરીને
૧ ચેદી તે હાલનું ચંદેલ, ગેડવાણમાં છે તે હશે એવી કલ્પના થાય છે. શ્રી કૃષ્ણના શત્રુ શિશુપાલ તે દેશ હ. (ચંદેલ દેશ એ હાલન બુદેલખંડ) વળી જુવે પાછળ પૃ. ૧૦૫ ની ટીપ.
૨ ધારાનગરીના સિધુરાજ(સિધુવ)ને સમય ૯૯૭ થી ૧૦૧૦ને છે. એના પછી ભેજવ થયો છે (૧૦૧૦-૧૦૫૫, તેને અહિં સંભવ છે. આ સ્થાને સિઅધુરાજ તે સિદેશના રાજાને લાગુ પડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com