________________
૧૦૮
રાસમાળા
પડીને, અને કુરાન ઉપર પોતાના ભાગ્યને આધાર રાખીને, પણ જે વિળાએ ઉતરતું થવા માંડયું તે પ્રસંગ સાધી, સેના સહિત પાણુમાં ચાલે, તે સામી બાજુએ હમક્ષેમ આવી પહોંચ્યોને તાબડતોબ હë કરે. મુસલમાન પાસે આવ્યા કે તરત ભીમદેવ નાઠે. એટલે હલ્લે કરનારાઓના હાથમાં સહેલાઈથી કબજો આવ્યો. તે વેળાએ જ કિલ્લાનું રક્ષણ કરનારા હતા તેમના ઉપર કાળો કેર વર્તાવી દીધે. સ્ત્રીકરાને કેદ કરી લીધાં ને મહમૂદે કંડહત (કંથકોટ) લુંટીને પિતાના ખજાનામાં ઉમેરો કરે.
એ પ્રમાણે જય પામીને મહમૂદ અણહિલવાડ, પાછો આવ્યો અને ત્યાં તેણે ચોમાસું ગાળ્યું એમ લાગે છે. તેને ત્યાંની જમીન એવી ફલકૂપ લાગી, અને હવા એવી સ્વચ્છ અને નિરોગી જણાઈ તથા સીમ એવી ખેડેલી અને રમણીય દેખાઈ કે, કહે છે કે તેણે પોતાના કુંવર મસાઉદને ગજનીનું રાજ્ય સોંપીને ત્યાં પોતાની રાજધાની કરાવી કેટલાંક વર્ષ રહેવાને મનસુબે જણાવ્યું. લંકાના જવાહરની અને પેગુની ખાણેની વાત સાંભળીને મહમૂદના વિચાર ઘણું બહંકી ગયા, અને તેને જવાહીર એકઠું કરવાને
કરવાદી ભરેલો શોખ હતો, તેથી તે દેશે જિતવાને સારૂ કહે છે કે તેણે દરિયાઈ ફેજ તૈયાર કરવાને પક્કો મનસુબો કરો; પણ તેના સરદારોની ગંભીરાઈભરેલી સલાહ ઉપરથી તેણે પિતાને વિચાર ફેરવ્યો, અને તેમના કહ્યા પ્રમાણે માન્ય કરીને પોતાના રાજ્ય ભણી જવાને ઠરાવ કરો.
વિલાસી ચામુંડ રાજાએ પોતાનું રાજ્ય છોડી દીધું તે તેની બહેન
૧ મહમૂદ ચડી આવ્યો ત્યારે ચામુંડ અથવા જમુંડ, અણહિલવાડના રાજા હતે એવું કેટલાકનું ભૂલભરેલું માનવું છે તે ઉપરથી પોતાના દેશની દુર્દશા થઈ તે સહન નહિ કરી શકવાથી તે કાપડી (અતીત) થયે. પણ ખરી હકીમત એમ નથી. મહમૂદ ચડી આવ્યો તે વેળાએ તો ભીમદેવ ગાદિયે હો એમ ઈ અસિરે પિતાની કામિલ તવારિખમાં જણાવ્યું છે, તેમ જ તારીખી અહીને કર્તા કહે છે કે, “સોમનાથની ચડાઈ પૂરી થયા પછી મહમૂદને ખબર પડી કે નહરવાડ(અહિલવાડ)નો રાજા ભીમ નાશી ગયો છે અને કંદમ(કંથકેટ)ના કિલ્લામાં પેશી ગયો છે એટલે ત્યાં ચડી ગયે.”
દ્વયાશ્રયના ગુજરાતી ભાષાન્તરને પૃ. ૧૨૩ મે નીચે પ્રમાણે ટીપ છે –“ચામુંડરાજ બહુ કામી હોવાથી તેને તેની બહેન વાવિણ દેવિયે પદભ્રષ્ટ કરી તેના પુત્ર વલ્લભરાજ ગાદી આપી. ચામુંડરાજ આથી વિરામ પામી કાશી તરફ જતા હતા, તેવામાં માર્ગમાં એને માળવાના લકોએ લુંટતે ઉપરથી એણે પાછા આવી વલ્લભને આજ્ઞા કરી કે માલવરાજને દંડ દેવો.” ર. લે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com