________________
૧૦૬
રાસમાળા લામાં વલ્લભસેન યુવરાજ, અને તેનો શુરવીર ભત્રીજો જુવાન ભીમદેવ, બલવાન નવી સેના લઈને આવી પહોંચ્યા, તેથી હિન્દુઓમાં તાજી હિમ્મત આવી. આ સમયે મહમૂદે પિતાની સેનાને ઢચુપચુ થતાં જોઈ પિતે છેડા ઉપરથી નીચે કૂદી પડ્યો, અને ભોંય ઉપર લાંબે પગે પડીને અલ્લાની મદદ માગી; પછી પાછો ઘોડે ચડી, એક શરે સિરકાશિયન સરદાર હતો તેને હિમ્મત દેવાને હાથે પકડી રજપૂતો ઉપર આગળ ધર્યો ને પોતાની સેનાને તેણે એવી ઉશ્કેરણી આપી કે તે ઉપરથી તેઓને લાગ્યું કે જે પાદશાહની સાથે રહીને આપણે વારેવારે લડાઈમાં લડ્યા છિયે અને લોહીલોહાણ થયા છિયે તેને આ પ્રસંગે છોડી દે એ ઘણું શરમભરેલું છે. તેથી તેઓ એકસંપ કરી હિન્દુઓ ઉપર તૂટી પડ્યા. આવા જુસ્સાભરેલા હલ્લાની સામે હિદુઓથી ટકી શકાય એમ નહતું; મુસલમાનોએ હિન્દુઓ ઉપર તૂટી પડીને પાંચ હજારને કતલ કરી નાંખ્યા, એટલે સર્વ ઠેકાણે ભંગાણ પડયું. તેમનાથના રખેવાળાએ પણ અણહિલવાડનું નિશાન ભંય ઉપર પડેલું જોઈને રક્ષણ કરવાની જગ્યા છેડી દીધી, અને દરિયા ભણને દરવાજે થઈને નીકળ્યા ને ચાર હજાર માણસની ઝંડી બાઝીને નાઠા, તેમ કરતાં પણ તેઓને ઘણે નાશ થયો.
ગજનીના યશસ્વી સુતાને, આ વેળાએ, કિલ્લાની આસપાસ અને સર્વ દરવાજે ચેકી મૂકી દીધી, અને પિતાના પુત્રને અને બીજા થોડા ઉમરાવોને સાથે લઈને પોતે સોમેશ્વરના દેવલમાં પડે. તેણે આરસપહાણની બાંધેલી ભવ્ય જગ્યા જોઈ. તેના ઉંચા મંડપને ચમત્કારિક કોતરણીથી કોતરેલા અને રત્નજડિત થાંભલા હતા. માંહલા નિજમંડપમાં બહારનું અજવાળું આવી શકતું નહતું, ત્યાં સેનાની સાંકળે દીવાનું ઝમરૂખ લટકાવેલું હતું તેને અજવાળે સોમેશ્વરનું લિંગ જોવામાં આવ્યું; તે નવ ફીટ બહાર દેખાતું હતું ને છ ફીટ ભોંયમાં હતું. પાદશાહના હુકમથી લિંગના બે કડકા કરવામાં આવ્યા તેમને એક હિન્દુસ્થાનમાં જાહેર મસ્જિદના પગથિયામાં જડવાને અને બીજે ગજનીના પિતાના મહેલની કચેરીના દરવાજા સારૂ રાખ્યો. બીજા કડકા મક્કા અને મદિના શહર જે તેઓનાં ધર્મનાં મથક છે તેઓને માન આપવા સારૂ ત્યાં મોકલવા રાખ્યાં. મહમૂદ આ પ્રમાણે કડકા કરવાના કામમાં લાગ્યો હતો તેવામાં બ્રાહ્મણે ત્યાં આવીને તેની પ્રાર્થના કરવા લાગ્યા કે, તમે જે લિગ હવે તડે નહિ તે અમે તમને ઘણું ધન આપિયે. આ સાંભળી મહમૂદનું મન જરા ઢચુપચુ થયું. એવામાં તેના ઉમરાવો તેને સલાહ આપવા લાગ્યા તે એવા મનસુબાથી કે તે સ્વીકારશે; ને તે જ પ્રમાણે થોડેક વિચાર કરીને સુલતાન પણ બોલ્યો કે, મૂર્તિ વેચવાની કીતિ મેળવવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com