________________
૯૮
રાસમાળા. રસ્તામાં તેને શિતલા નીકળી તે મટાડવાને કઈ વૈદ્ય શક્તિમાન નહતા. તેથી વલ્લભરાજે યુદ્ધ કરવાની આશા છેડીને પરમેશ્વરની પ્રાર્થના કરવા માંડી ને ધર્મદાન કરવા માંડયું, તે ત્યાંને ત્યાં મરી ગયો ને સેના પશ્ચાત્તાપ કરતી અણહિલવાડ પાછી આવી. પિતાના વડા પુત્રની હાણથી ચામુંડના હૃદયમાં ઘા લાગ્યો તેથી પિતાના બીજા કુમાર દુર્લભરાજને ગાદિયે બેસારી પતે પાપનિવારણાર્થે નર્મદા કિનારે ભરૂચ પાસે શુકલતીર્થ છે ત્યાં જઈ વશ્યો. આ જગ્યાએ ચન્દ્રગુમ અને તેને ઘાતકી પ્રધાન ચાણક્ય એઓ પાપખેદને અર્થે રહ્યા હતા તેથી એ જગ્યા પ્રસિદ્ધ છે, ત્યાં ચામુંડા દેવ ગયો. (ઈ. સ. ૧૦૧૦)
-
-
- -
-
૧ જેસલમેરના ઇતિહાસમાં લખ્યું છે કે, મહમૂદ ગજનવિયે હિન્દુસ્થાન ઉપર ચડાઈ કરી ત્યારે રાવલ બેચર, જે બીજાઓની સાથે મહમદ સામે થયો હતો કે, સન ૧૦૧૦ માં પટ્ટણના સેન સોલંકી રાજા વલ્લભની પુત્રી વહેરે પરણ્યો હતો. ટેડ રાજસ્થાન બાગ બીજે પૃષ્ઠ ૨૪૦ અને તેની નીચેની ટીપ.
- ૨ “હે છે કે આઠ રાજવંશી ભાઈને (ચન્દ્રગુપ્તના) ચાણકયે મારી નાંખ્યા; વળી લખ્યું છે કે, ચાણક્યનો વૈરના જુસ્સાને આવેશ નરમ પડ્યો એટલે તે મનમાં પણે બળાપ કરવા લાગ્યા, અને પાપકર્મના પસ્તાવાને દેશ તેને એટલે બધે કડવા લાગે અને તેથી કરીને તેના શરીરનું લોહી એટલું બધું ઉકળી આવ્યું કે, દરિયાની પાસે નર્મદા નદીને કાંઠે ભરૂચથી સાત ગાઉ પશ્ચિમ દિશાએ શુકલતીર્થ “નામની ધર્મની પ્રખ્યાત જગ્યા છે ત્યાં પિતાનાં પાપકર્મનું પ્રાયશ્ચિત્ત કરવાને ગયે.
ત્યાં કેટલાંક ઉગ્ર તપ અને પાપશુદ્ધિની યિાઓ કરાયા પછી તેને સૂચવવામાં આવ્યું કે, “એક હોડીમાં બેથી તેને ઘેળે ચટ ચડાવી નદીમાં હંકારવી; જે શઢ ધોળાને કાળે થઈ જાય તે પાપની ક્ષમા મળ્યાની ખરી નિશાની મળી જાયુવી; પાપની કાળાશ “ઉડીને શઢને વળગશે. આ પ્રમાણે નિપજ્યુ અને તેણે આનંદથી પોતાના પાપ સહિત હેડીને સમુદ્રમાં તરતી મૂકી દીધી.”
“આ ક્રિયા અથવા તેના જેવી જ બીજી હોડીનું ખર્ચ ઘણું બેસે માટે) આજે પણ શુક્લતીર્થે કરવામાં આવે છે, પણ હેડીને બદલે માટીની માટલિયામાં દીવા કરી પોતાનાં પાપ એકઠાં કરી મૂકયાને સંકલ્પ કરી તે વહેતી મૂકે છે.” | (આવી રીતે દીવા નદીમાં વહેતા મૂકવામાં આવે છે તેનું કારણ ઉપર લખ્યું છે તેમ નથી, પણ બીજું છે, તે એ કે-કુટુંબનું કઈ માણસ મરી જવાથી અવગતિ પામી ભત થયું હોય તે ઘરના જીવતા માણસને વળગી લે ત્યારે તેને ગતિ પમાડવા તેને કહેવામાં આવે છે કે, “તને રેવાજીમાં ઉદ્ધારીશું.” પછી રેવાજી જઈ એરસંગને આરે જેને ભત આવતું હોય તેને બેસારી તેના માથા ઉપર માટીની હાની માટલી અથવા પડે ઉતારી તેમાં દીવ અને ભૂતને જે પદાર્થની ઇચ્છા હોય તે પદાર્થ મૂકી ઘડે નદીમાં હેતે મૂકે છે, તે તરતો તરતો કેટલેક આઘે જઈ બુડી જાય છે તે તે ભૂત થયેલા માણસની સારી ગતિ રેવાજી માતાએ કરી એવું માનવામાં આવે છે. હોડીને સાટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com