________________
૯૪
રાસમાળા
(મૂળરાજ દેવના) ચરણનું ધ્યાન કરનાર મહારાજાધિરાજ પરમેશ્વર પરમભટ્ટારક શ્રી ચામુંડરાજદેવ.
(ચામુંડરાજ દેવના) ચરણનું ધ્યાન ધરનાર મહારાજાધિરાજ પરમેશ્વર પરમભટ્ટાર્ક શ્રી વલ્લભરાજ દેવ.
(વલ્લભરાજ દેવના) ચરણનું ધ્યાન ધરનાર મહારાજાધિરાજ પરમેશ્વર પરમભટ્ટારક દુર્લભરાજદેવ.
(દુર્લભરાજ દેવના) ચરણનું ધ્યાન ધરનાર મહારાજાધિરાજ પરમેશ્વર પરમભટ્ટારક શ્રી ભીમરાજદેવ.
(ભીમરાજ દેવના) ચરણનું ધ્યાન ધરનાર પરમેશ્વર પરમભટ્ટારક મહારાજાધિરાજ ત્રણ લાકને જિતવામાં મલ્લ જેવા શ્રી કર્ણદેવ.
(કર્ણદેવના) ચરણનું ધ્યાન ધરનાર પરમેશ્વર પરમભટ્ટારક મહારાજાધિરાજ અવંતિપતિ ત્રિલેાકને પીડનાર, બર્બરકને જિતનાર સિદ્ધના ચક્રવર્તી શ્રી જયસિંહદેવ.
(જયસિંહ દેવના) ચરણનું ધ્યાન ધરનાર મહારાજાધિરાજ પરમેશ્વર પરમભટ્ટારક ઉમાપતિના વરદાનથી મળેલા પ્રસાદથી રાજ્ય મેળવનાર, પ્રૌઢ પ્રતાપવાલી લક્ષ્મીના સ્વયંવર, પોતાના બાહુબળથી રણભૂમિમાં શાકંભરી ભૂપાલને જિતનાર શ્રી કુમારપાલદેવ.
(કુમારપાલ દેવના) ચરણનું ધ્યાન ધરનાર મહારાજાધિરાજ પરમેશ્વર પરમભટ્ટારક પરમમાહેશ્વર (ધણા શિવભક્ત) પ્રબળ બાહુદંડના અભિમાનરૂપી કામદેવની ચેષ્ટાવડે સપાદલક્ષ દેશના રાજાને કરદાનવાળા કરનાર શ્રી અજયપાલદેવ.
(અજયપાળ દેવના) ચરણનું ધ્યાન ધરનાર પરમેશ્વર પરમભટ્ટારક મહારાજાધિરાજ, મ્લેચ્છ લેાકેા રૂપી ગાઢ અંધકારથી છવાઈ ગયેલ ભૂમિવલયને પ્રકાશવામાં તરૂણસૂર્ય, લડાઈમાં દુર્જય ગજનીના અધિપતિને હરાવનાર શ્રી મૂલરાજદેવ.
(મૂલરાજ દેવના) ચરણનું ધ્યાન ધરનાર મહારાજાધિરાજ પરમેશ્વર પરમભટ્ટારક અભિનવ (નવીન) સિરાજથી સાતમા ચક્રવર્તી શ્રીમાન ભીમદેવ.
(ભીમદેવના) ચરણનું ધ્યાન ધરનાર મહારાજાધિરાજ પરમેશ્વર પરમભટ્ટારક શૌર્ય, ઔદાર્ય, ગાંભિર્ય આદિ ગુણોથી અલંકૃત શ્રીમાન્ ત્રિભુવનપાલ દેવ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com