________________
રાસમાળા
મૂછો વાથી ફરકતી જોઈ. મૂળરાજને શાપ દીધો કે “તેં મારા પુત્રને માર્યો માટે તારા કુટુંબનો કોઢથી નાશ થજે.”
જામ લાખાને સોરઠના રાજા સાથે મિત્રતા હતી, તે ઉપરાંત તેને મૂળરાજ સાથે શત્રુવટ બાંધવાનાં બીજાં કારણ પણ હતાં. કહે છે કે, રાજ સેલિકી પોતાની રાણું (લીલાદેવી) મરી ગઈ એટલે દ્વારિકામાં વિષ્ણુનું દેવાલય છે તેની યાત્રા કરવાને ગયો. ત્યાંથી પાછા વળતાં તે લાખા ફુલાણીના દરબારમાં ગયો ને તેની બહેન રાયજીની સાથે પરણ્યો, ને તેને પેટ પછી રાખાઈચ (લાખાઈત ઉર્ફે ગંગામહ) નામે પુત્ર થયો. તેના પછીના ઈતિહાસ લખનારાએ તેના દુર્ભાગ્યની વાત લખી છે તે તેના આ બીજા લગ્નને લાગુ પડે છે. એકબીજાની વડાઈ વિષેને વિવાદ કરતાં રાજ સોલંકીને તેના રજપૂત સાથિયે સુદ્ધાંત, લાખાએ મારી નાંખે, અને જાડેજી રાણી રાયજી તેની પછવાડે સતી થઈ. બીજ સેલંકી, જે મૂળરાજને કાકે થાય તેણે આ કજિયાનું વૈર લેવા પિતાના ભત્રિજાને ભંભેર્યો. અને લાખા જામ રાવે પિતાના દરબારમાં રાજના ન્હાના કુંવર રાખાઈ(લાખાઈત ઉર્ફે ગંગામહ)ને તેના એરમાઈ ભાઈ મૂળરાજની સામે કરવાને રાખ્યો હતો. એ રાજકીય કારણને લીધે પણ લાખાની સામે થવાને મૂળરાજ ઉશ્કેરાયા હતા.
મૂળરાજે લાખાને ઠંઠ યુદ્ધમાં ઠેર કર્યો છે, એવી જે કીર્તિ તેને મળે છે તે સામે વાંધો ઉઠાવાય છે. જેમ કલારેન્સના શુકને બકન તથા તેના નાઈટીએ બાગી આગળ ઠેર કર્યો, તે પ્રમાણે જે સુભટોએ લાખા ઉપર હાથ ચલાવ્યો હતો તેમાંથી માત્ર એકના જ ઘાથી નહિ પણ ઘણું જણાના
૧ લતા એટલે કોઢ વિષે હિન્દુઓ એમ ધારે છે કે સૂર્ય, જેણે તેને કોઈ અપરાધ કર્યો હોય તેને તેની શિક્ષા કરવા એ રેમ કરે છે. પ્રબંધ ચિંતામણિમાં ભાણ(મયુર) નામને કવિ જે માળવાના રાજાના દરબારમાં હતો તેને કેઢ થયો હતો તે સૂર્યની શાંતિ કરવાથી મટી ગયે. સોરઠમાં એમનાથ મહાદેવની વધારે પૂજા થતી હતી. ઈની લોકેને એ વિચાર છે એવું હિરેડેટસે (કિલ) કહ્યું છે. જે કઈ પણ નગરવાસીને કેઢ અથવા કંઠમાલી રોગ થયો હોય તો તેને નગરમાં રહેવા દે નહિ, તેમ જ કોઈ ઈરાની સાથે વાત પણ કરવા દે નહિ, કારણ કે તે લોક એમ માને છે કે સૂર્યને કાંઈ અપરાધ કરીને એ રેગ એણે પોતાના ઊપર ખેંચી લીધા છે. એ જ રીતે ન્યાયાહુદી)લેક માને છે કે અમુક પાપને લીધે કોઢ થાય છે.
૨ જે દ્વારિકાની યાત્રા કરે તે જ્યારે કચ્છમાં નારાયણસરેવાર જે આદિધામ ગણાય છે ત્યાં યાત્રા કરી આવે ત્યારે જ તેની દ્વારિકાની યાત્રા સફળ ગણાય છે તેથી રાજ પોતે શેરગઢ એટલે હાલના નારાયણસરની યાત્રાએ ગયેલો, ત્યાંથી વળતાં કપિલકોટ (કરકેટ) આવેલો હતો. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com