________________
આરબ પ્રવાસીનું કથન
૪૯ “છત છે અને મરી પણ થાય છે, પરંતુ મરી ડાં નીપજે છે, તેથી, ત્યાંના “રહેવાશી, તે લીલાં ને લીલાં, ખપમાં આણે છે.
બહાર” એ નામ ઉપરથી, અનહિલવાડના અસલી ચાવડા રાજાઓ સાથે કશેય સંબંધ બેસારો કઠણ છે. બલ્હારનું રાજ્ય કમકમના કિનારાથી તે ચીનની સરહદ સુધી પહોંચ્યું છે, એવું જે એનું વર્ણન આપ્યું છે, તે ઉપરથી પણ પત્તો લાગે એમ નથી. બીજા રાજાઓ ઉપર બલ્હારના ઉપરીપણું વિષેની ગણના લોકોમાં માન્ય કરવામાં આવેલી છે, તેના કરતાં પ્રવાસિયોએ તે વિષે હદ બાંધીને લખ્યું છે. તેઓએ લખ્યું છે કે “ત્યાંના રાજા, અગર જે બહારની શ્રેષ્ઠતા માન્ય કરે છે તો પણ પોતપોતાનાં રાજ્યમાં સ્વતંત્ર છે.” અને ફરીથી બીજી જગ્યાએ લખે છે કે “આખા
ઈન્દીઝમાં બલ્હાર રાજાધિરાજ છે;” તથાપિ “ત્યાંનાં ઘણુંએક રાજ્ય છે “તે એક જ રાજાના સ્વાધીનમાં નથી, પણ દરેક પ્રાન્તને જૂદા જૂદો રાજા “છે.” હરઝના રાજા વિષે લખ્યું છે કે, શલાકાના ઉપર તેનું રાજ્ય હતું, અને તેની પડોશના રાજાઓ કરતાં તેની પાસે ઘોડા ઘણા હતા. આ વૃત્તાન્ત સોરઠના યાદવ કુલના રાહ, કે જેની રાજધાની ગિરનાર પાસેના ડુંગર ઉપર જૂને કિલ્લે હતો તે હતી, તેની સાથે મળતું આવે છે. તાફેક અથવા કાશ. બિનના રાજાઓના વૃત્તાન્ત સાથે મેળવી જેવાને કશું સાધન હાથ લાગતું નથી; તેમ જ રહમી વિષે કાંઈ મળતું નથી. કર્નલ ટોડ કાશબિનને કચ્છ ભૂજ, કરાવે છે, પણ તે “કિનારેથી દૂર જમીન ઉપર આવેલું હેતાં ભાગ્યે જ ઠરાવી શકાય એમ છે. એ જ ગ્રંથકર્તા કલ્પના કરે છે કે હિત્રજ તે શત્રુજયને લાગુ પડે છે. રનોડાએ જે સામાન્ય વિષય ઉપર પોતાનો અભિપ્રાય આપ્યો છે તે હજી કંઈક વધારે લાગુ પડે છે. તે કહે છે કે, “આ દેશનાં નામ જે આપણને મળી આવ્યાં છે, તેનો ઘણેખરે ભાગ અપભ્રંશ થઈ “ગયે છે; અને આબી અક્ષરમાં તે લખી બતાવવાને કઠણ છે તેથી શક“ભરેલી કલ્પના કરવામાં કશે માલ નથી.”
તો પણ એ પ્રવાસિયે ચાલતા આવેલા રેવાજ વિષે લખ્યું છે તે ગૂજરાતના હિન્દુઓને લાગુ પડી શકે એવું છે. અગ્નિ અને પાણીમાં પડવા
૧ બહાર એ શબદ બાળક રાય(સૂર્ય રાય)ને અપભ્રંશ થયો હશે એવી બહુધા ધારણું થઈ છે; બળીરાય (વલભીરાય એટલે વલભીના રાજાને અર્થે) ભૂતા (બૃત + અર્ક પોષક સૂર્ય, રાજાને ખિતાબ) અથવા ભાળ નામના પરગણું ઉપરથી ઓળખાવાતી ખુ. રેલ એશિયાટિક સેસાઇટીના જર્નલ બારમાને પુષ્ટ ૭ મે અને બીજ ત્યાં પ્રમાણ આપ્યાં છે તે ઉપરથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com