________________
બીજી નવી આવૃત્તિ વિશે સૂચન. પ્રથમ આવૃત્તિ પ્રસિદ્ધ થયાને આજે ત્રીસ વર્ષ થઈ ગયાં છે. હવણું તે મળી શકતી નથી, વળી તેનું મૂલ્ય ભારે હોવાથી ધનના ઓછા સાધનવાળા સામાન્ય પુરૂષો લઈ શક્યા નથી. ગુજરાત વર્નાકયુલર સોસાઈટીના સ્થાપકે રચેલે ગુજરાતનો ઈતિહાસ, બને તેટલું વધારે પ્રસિદ્ધિમાં લાવવાના હેતુથી, ગૂજરાત વર્નાક્યુલર સોસાઈટિયે ફાર્બસ ગૂજરાતી સભા પાસેથી નવી આવૃત્તિ પ્રસિદ્ધ કરવાની પરવાનગી મેળવી છે; અને મૂલ્ય ઘણું ઓછું કરી નાખ્યું છે, તેથી આ પુસ્તકનો લાભ ઘણું જન લઈ શકશે. આ પુસ્તક છપાતાં પહેલાં તેમાં જે સુધારાવધારે કરવાનું હોય તે કરવાને મને સૂચવવામાં આવવાથી મેં તે કામ પ્રીતિપૂર્વક કર્યું છે, અને તેમ કરવામાં જ્યાંથી જેજે પુસ્તકનો મેં આશ્રય લીધો છે તેનું નામ તે પ્રસંગમાં જણાવ્યું છે. હજી પણ કેટલાંક સ્થળ સંશયભરેલાં રહ્યાં છે. પૃથ્વીરાજ રાસામાં આવેલી કેટલીક વાતે સંશય ભરેલી છે તે વિષે ઝઘડો મચી રહ્યો છે તેનું જોઈયે તેવું નિરાકરણ હજી લગણું થયું નથી.
સસ્તું પુસ્તક થવા માટે પ્રથમ આવૃત્તિમાં આપેલાં ચિત્ર આમાં દાખલ થઈ શક્યાં નથી.
ભુજ-કચ્છ. માઘ શુદિ ૧૩ સંવત ૧૫૫.
રણછોડભાઈ ઉદયરામ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com