________________
જયશિખરી ચાવડે-તેને પરાજય
૩૧ તેની સેના, જયશિખરીની સેનાને હઠાવવામાં જિત પામી, અને કિલ્લાની પશ્ચિમ બાજુએ જઈ કિલ્લે તેડ્યો.
જયશિખરિયે, જાણ્યું કે આ લેહીવાણુ લડાઈમાં મારા ઘણા સુભ માર્યા ગયા, તેથી હવે જિતવાની આશા રહી નહિ, એટલે સૂરપાળને બેલાવીને કહેવા લાગ્યો કે, “તારી ગર્ભવંતી બહેન રૂપસુંદરીને કેઈ નિર્ભય ઠેકાણે લઈ જા, કે મારા વંશનું બીજ રહે.” શૂરપાળે પ્રથમ તે ના કહી, પણ રાજાએ તેને પોતાના સોગન દઈને કહ્યું કે “મારી ખાતર તું એટલું કામ
કર. મારા વંશમાં કઈ શ્રાદ્ધ કરનાર નથી, તેથી હું મેક્ષ નહિ પામું, ને “મારા વંશમાં કઈ હશે નહિ તેથી અરે ભાઈ! મારા શત્રુ નિષ્કટક રાજ્ય “ચલાવશે.”
આ પ્રમાણે આગ્રહ કરવાથી શૂરપાળ, પિતાની બહેનને લઈને કિલ્લામાંથી નીકળી ચાલ્ય; પણ નાશી જવાનું કારણ રૂપસુંદરીના જાણવામાં આવ્યું એટલે આગળ ડગલું ભરવાને પણ તેણે ના કહ્યું ને પિતાના પતિની સાથે સતી થઈ બળી મરવાને પિતાને દઢ નિશ્ચય હતું તે તેણે નિવેદન કરયો. પણ વંશનો નાશ થવાના કારણથી શૂરપાળને અસર થઈ હતી તે જ કારણ તેણે પિતાની બહેનને સમજાવીને શાત પાડી. તેને પછી એક રણમાં મૂકીને જયશિખરીની સાથે મરવાને પોતે પાછો આવ્યો.'
તે દરમિયાન, રાજા ભૂવડે જોયું કે, કિલ્લાનું રક્ષણ હવે થઈ શકે એવું નથી, એટલે જયશિખરીને કહેણ કહાવ્યું કે, “ચાલ પ્રમાણે જે તું મોંમાં તરણું લઈ અવળા હાથ બાંધી, મારે શરણે આવી પગે પડે તો ગૃજરાતનું રાજ્ય પાછું તને સેંપી દઉં.” જયશિખરિયે ઉત્તર વાળ્યું કે “એ રીતે શરણ “થયા પછી મને જીવવું સારું લાગવાનું નથી, ગૂજરાતને બદલે સ્વર્ગ “પામીશ તે તે સારે બદલે થશે, અને હું ચાવડા વંશનો છેલ્લે છું તે તેની કીર્તિ મારી પછવાડે મૂકતા જઈશ.
૧ શેકસપિયર કવિકૃત ઇગ્લેંડના ૬ ઠ્ઠા હેનરી રાજાના નાટકના ત્રીજા ભાગના ચોથા અંકના ચોથા પ્રવેશમાં પણ આ જ વિચાર છે –
“મારા ગર્ભસ્થાનમાં એડવર્ડ રાજાને વંશજ છે, તેના ઉપરના પ્રેમને લીધે હું નિરાશા તરું છું. અને એ જ કારણે કરીને મારા મનના ઉછાળા હું વશમાં રાખું છું, “ તથા મારા ઉપર જે આપત્તિ આવી પડી છે તે નરમ થઈને સહન કરું છું; અરે!
એ જ કારણને લીધે હું મારાં આંસુ પડતાં અટકાવું છું અને લેહી ચૂશી ખાતે નિશ્વાસ ઉઠતો અટકાવું છું કે રખે ને વિશ્વાસ નાંખવાથી એડવર્ડ રાજાને વંશ “અને ઈગ્લંડની ગાદીનો ખરે વારસ મારા ગર્ભસ્થાનમાંથી સરી પડે અથવા મારાં આંસુમાં બૂડી જાય.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com