________________
-
-
એકવીશ ભવને સ્નેહસંબંધ
જો કે વડ અને ઉમરાના વૃક્ષને ફલ હેતાં નથીને વંજુલ ( ) વૃક્ષને પણ ફલ હતાં નથી તેવી રીતે તારામાં દેષને સંભવ નથી છતાંય મારી મૂર્ખતાથી તારામાં દોષની કલ્પના કરીને તારી કદર્થના કરી” રાજાએ પોતાની બધી હકીક્ત કલાવતીને કહી સંભળાવી. કલાવતીએ પણ પોતાની બીના રાજાને કહી સંભળાવી.
પ્રિયે! તારા શીલના પ્રભાવથી તારી આફત દૂર થઈ. યાવત ચંદ્રદિવાકરી તારી નામના થઈ. તારું નામ તે જગતમાં અમર થઈ ગયું તે સાથે મારું આ કલંકઆ અવિચારી કૃત્ય પણ અજરામર થઈ ગયું કે તારા ગુણગાન કરશે મારી નિંદા કરશે. તારી શીલસન્નાહ ગાથાએ મારી કલંક ગાથાના રાસડા ગાશે.”
રાજાએ કલાવતીના મનનું સમાધાન કરતાં પોતાની નિંદા કરવા માંડી. “એ અવિચારી કૃત્યનું પ્રાયશ્ચિત કયારતુંય થઈ ગયું હતું, પણ અહીં નજીકમાં રહેલા જ્ઞાની ગુરૂ મહારાજે ઉપદેશ આપી મને ધર્મમાં સ્થિર કર્યો તારા પુનઃ મેલાપની ભવિષ્યવાણુ સંભળાવી મારે સંશય. દર કર્યો.” રાજાની વાત સાંભળીને કલાવતી બેલી.
સ્વામિન! આપણે બન્ને દુઃખ અને વિજોગમાંથી પુન: સુખ અને સમાગમનાં અમૃત સમાન મધુર ફલ ચાખીએ છીએ તે આ બાલકના પુણ્યને જ પ્રભાવ છે પણ મને એ જ્ઞાની ગુરૂ મહારાજનાં દર્શન કરા! જેમનાં દર્શન કરી હું પાપમુક્ત થાઉં,
પ્રાત:કાલે આપણે સાથે વંદન કરવા જઇશું.”
સ્નેહ સંલાપમાં ને કંઈક નિકાના આરામમાં બની રાત્રી ક્ષણવારમાં પુરી થઈ, પ્રાત:કાલે સૂર્ય ઉદય થતાં પ્રાત:કૃત્યથી પરવારી પરિવાર સહિત રાજા અને રાણી ગુર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com