________________
એકવીશ ભવને નેહસંબંધ
* ૩ અંગોપાંગવાળી, પુત્ર સહિત તારી પત્નીને મલીશ. તેની સાથે ઘણા કાળ સુધી રાજ્ય સમૃદ્ધિ જોગવી પુત્રને રાજ- ગાદીએ બેસાડી પત્ની સહિત રાજપાટ છાડીને તું દીક્ષા ગ્રહણ કરીશ” ગુરૂની વાણી સાંભળી સ્વસ્થ થયેલા રાજાએ નંદનવનમાંજ પડાવ નાખ્યો. પત્નીને લીધા સિવાય નગરમાં નહી જવાની પ્રતિજ્ઞાવાળા રાજાએ રાત્રી પણ નંદનવનમાંજ વ્યતીત કરી
મલાપ. નંદનવમાં સુખે સૂતેલા શેખરાજને ગુરૂના ઉપદેશથી - સ્વસ્થ ચિત્ત થવાથી નિંદ્રા આવી ગઈ. દુઃખમાં પણ મહાન પુરૂષનું પુણ્ય જાગ્રતજ હોય છે. ગુરૂએ રાજાનું ભાવી કથન કહીને શાંત કર્યો. તેમજ આ ભાવી કથનને સૂચવનારૂં ને પ્રિયજનને મેલાપ કરાવનાર એક અપૂર્વ સ્વપ્ન રાજાને આવ્યું. મોટા ભાગ્યને જણાવનાર એ સ્વપ્નમાં રાજાએ શું જોયું ? “કંઈક ફલવાળી લતા કલ્પવૃક્ષને લાગેલી તે કિંઈકના છેદવાથી ભુમિ ઉપર પડી ગઇ. તે પાછી ફળવાળી થઈ ને કલ્પવૃક્ષને લાગી ગઈ. ” . એ મંગલમય સ્વપ્ન જોઇને રાજા જાગૃત થયે જાગ્રત થયે ત્યારે પ્રાત:કાળ થવાની તૈયારી થતી હતી. ઉદયાચલ તરફ થવાની તૈયારીમાં પડેલા સૂર્યરાજે પોતાના અરૂણ સારથીને રવાને કરી દીધો હતો. જે સૂર્યના આગમનની વધામણી આપી રહ્યો હતો. અલ્પ સમયમાં ફલદાયી થનારા આ સ્વપ્નાને રાજાએ ગુરૂ આગળ નિવેદન કર્યું. ગુરૂએ રાજાને એ સ્વપ્નાને પરમાર્થ સમજાવ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com