________________
૫૧ર
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
હુના દંડથી સુશોભિત દવા પિતાના મકાન ઉપર ઉભી કરી. તે વારે બંદીજને એમની બિરદાવલી બાલવા લાગ્યા. ને કેવડે સત્કાર કરતાં તે પુત્ર પરસ્પર કહેવા લાગ્યા. “ઓ! આપણા પિતાની બુદ્ધિ વૃદ્ધાવસ્થામાં બહેર મારી ગઈ છે. આટલા સમય સુધી તેણે નાહક આપણને ઠગ્યા છે.” - ધનદ પણ પિતાનું કામ આટોપી પોતાના નગરમાં આવી પહોંચ્યો. પિતાને ઘેર આવ્યા ત્યારે પિતાના મકાન પર વજા જોઈ એ સંબંધી વૃત્તાંત પુત્રને પૂછવાથી પુત્રએ સમસ્ત વાત કહી સંભળાવી.
પુત્રની વાત સાંભળી ક્રોધથી ધમધમતો ધનદ પુત્રને આકાશતો બે , અરે કુલાંગા! કુપુત્રો! કુબુદ્ધિવાળાઓ! કુલક્ષણવેત્તાઓ! કુનક્ષત્રમાં જન્મેલાઓ! તમે આ શું કર્યું? બધાં રને વેચી તમે માત્ર આટલુંજ દ્રવ્ય મેળવ્યું? પણ આ કેટિ દ્રવ્ય કરતાં મારા એક રત્નની કિંમત પણ વધારે હતી. મારા બધાં રત્નો તમે પાણીના મૂલ્ય વેચી દીધાં. જાઓ, નિકળે મારા મકાનમાંથી, એ બધાં રને લઈ આવે ન મળે તો મને તમારું મુખ બતાવશે નહિ. પછી તે પિતાએ તિરસ્કાર કરી પુત્રને ઘરમાંથી કાઢી મુક્યા - પિતાને તિરસ્કાર પામી ઘર બહાર નિકળેલા એ પુત્ર રત્નને ગ્રહણ કરનાર વ્યાપારીઓને શોધવા લાગ્યા પણ તેઓ પોતપોતાના નગરે ગયેલા હોવાથી તેમને પતો મો નહિ ને પૃથ્વી ઉપર ભ્રમણ કરી મહાદુ:ખ પામ્યા, તો હે ભવ્ય ! ધર્મને આરાધવાને મનુષ્ય ભવમાં બધી સામગ્રી પ્રાપ્ત થવા છતાં ગુરૂને જેગ પામી છે સંયમની આરાધના કરશે નહિ તે પાપકર્મથી લેપાયેલા તમે એ ગુમાવેલી તક વારંવાર પ્રાપ્ત કરી શકશે નહિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com