________________
s
૪૫૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર વિવેકપર્વતની નીચે રહેલા બધાય ત્યાં તમારી જ આજ્ઞા માને છે રાજન ! પર્વત પર રહેલાઓમાં પણ ઘણું જ તમારી આજ્ઞાને ત્યાગ કરી શક્તા નથી.” અવિવેકની એ વાત સાંભળી પ્રસન્ન થયેલ મેહ જગત પુરમાં રમવાને ચા-રમવા લાગ્યો.
અનેક ચિત્રવિચિત્ર વેશ કરતો તે ગાયન ગાવા લાગ્યો, નૃત્ય કરવા લાગ્યો પોતાની સાથે લેકેને પણ રમાડવા લાગ્યો નચાવવા લાગ્યુ કલેશ કરાવવા લાગ્યા કયારેક વાદિવ્ય વગાડતો સ્વયં હસતો અન્ય જિનેને હસાવવા લાગ્યો. જગતપુરમાં એ રીતે અનેક પ્રકારના લોકો પાસે ખેલ કરાવતા પુત્રને પિતા કહેવા લાગ્યો, માતાને સ્ત્રીની જેમ આલિંગન કરવા લાગ્યો, સુતાને માતા કહેવા લાગે, પિતાને શવ કહેવા લાગ્યો માતાને વૈરિણું સમજવા લાગ્યો, સ્ત્રીને મા કહેતો તેના પાદે પથા, ક્ષણમાં લાજ વગરને થઈ વસ્ત્રને દૂર ફેકી નૃત્ય કરતો. પાપી લેકેનીજબરા લોકોની ખુશામત કરતો વળી દેવ, ગુરૂની નિંદા કરતો, એવી અનેક ચેષ્ટા કરતો મોહનૃપ પોતાના પરિવાર સાથે નવ નવા રસવાળાં નાટક કરતે પિતાના પિતાને ખુશી કરવા લાગ્યું ને માતાને સંતોષ આપવા લાગ્યા. હે ભવ્ય ! એવી રીતે પોતાના શૌર્યથી પ્રમાદની સહાયથી જીતેલા સર્વ લોકેને મહારાજાએ હણી નાખ્યા છે તેમજ મોહના કુલમાં ઉત્પન્ન થયેલા ઈકિયેના વિષય વિકારેએ જગતને પરાધિન-પોતાને આધિન બનાવ્યું છે. માટે એ વિષય વિકારોને જીતીને હે ભવ્ય ! તમે અક્ષય એવા મોક્ષના સુખને મેળવે. રાગાદિ રિપુઓને જિતનારા સંયમને તમે આદર. બાહ્યથી રસાસ્વાદરહિત છતાં તત્વથી સુખ આપનારા ચારિત્રમાં જ તમે પ્રીતિવાળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com