SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવને નેહસંબંધ ૪૨૯ નગરના વિનયંધર શ્રેણીની ગુણવતી સ્ત્રીને પુત્ર થયો તેનું નામ ગુણધર. ગુણધર પણ અનુક્રમે મનહર એવા યૌવન વયમાં આવ્યો, પૂર્વભવના અભ્યાસથી ગુણધરને સુમિત્ર સાથે મૈત્રી થઈ પણ સુમિત્ર ગુણધર સાથે કપટી નેહ ધારણ કરવા લાગ્યો. જો કે ગરીબ સુમિત્ર અને તવંગર ગુણધર વચ્ચે સ્નેહ અસામાન્ય હતું છતાં ગુણધર સુમિત્રને માનની નજરથી જોતો હતો. અન્યદા માતાપિતાના મૃત્યુ પછી દરિદ્રી સુમિત્ર હવે તદ્દન કંગાળ બની ગયેલ હતો કે માં પણ તે કંગાલપણાથી હાંસીપાત્ર થશે લોકમાં હાંસીપાત્ર થયેલા સુમિત્રે ધન કમાવા માટે પરદેશ જવાને વિચાર કર્યો. તે માટે સુમિત્રે ગુણધરસાથે પરદેશ સંબંધી વાતચિત કરવા માંડી. સુમિત્રની વાત સાંભળી એની ઉપર દયા ચિંતવત ગુણધર પોતાની સહાયથી સુમિત્ર ધન પેદા કરે તેથી પિતે પણ એની સાથે પરદેશ જવાને તૈયાર થયોસારા મુહૂર્ત ગુણધર કરીયાણાનાં ગાડાં ભરી સુમિત્રની સાથે દેશાવર નિકળે અનુક્રમે કઇક અટવામાં આવી સાથે ઉતારે કર્યો. વનની શેભાને જોતા ગુણધર અને સુમિત્ર ફરતા ફરતા એક મોટા પીપળાના વૃક્ષ નીચે આવ્યા, ત્યાં નિરાતે બેસી બન્ને જણા વાતો કરવા લાગ્યા. વનની શીતલ પવનની લહરીઓથી ગુણધર ત્યાં જરીક આડે પડખે થય ને નિદ્રિત થઈ ગયે. ગુણધરને નિદ્રામાં પાણી સુમિત્રે પિતાનું કૌટિલ્ય પ્રગટ કર્યું, ત્યાંથી એકદમ નાઠે ને સાર્થમાં આવી “નાસો! નાસ! ગુણધરને ભિલ્લે લઈ ગયા ને બીજાઓ અહી લુંટવા આવે છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034589
Book TitlePruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy