________________
४०७
એકવીશ ભવને સ્નેહસંબંધ માર્ગે ત્યાં આવી શ્રીબાલના સમાચાર જણાવી તેને ખુશી કર્યો. શ્રીગુખની સહાયથી ક્ષણમાં તેઓ મુંદ્રપુર આવી પહોંચ્યા, ત્યાં ભાઈને મળી શતબલ ઘણે રાજી થયે સારા મુ તે પણ લક્ષ્મણાને મહોત્સવ પૂર્વક પર, તે પછી અનુકમે તમે બને રાજા અને યુવરાજ થયા, તમે ચારેએ પૂર્વ ભવે કરેલા સુપાત્રદાનથી આ ભવમાં તમને સુખ પ્રાપ્ત થયું. એ રીતે સુરીએ શ્રીબલ વગેરેને પૂર્વ ભવ કહી સંભળા, પણ પેલા વિદ્યાધરની હકીકત ન આવવાથી રાજાએ પૂછયું, “ભગવન! એ વિદ્યા સાધવા ગયેલા વિદ્યાધરનું શું થયું?”
“વિદ્યા સાધતા એ વિદ્યાધરને દેવીએ છળવાથી એનું મગજ ખસી ગયું. ગાંડાની માફક જ્યાં ત્યાં ભટક્ત તે અનુક્રમે કપિલ્યપુર નગર આવ્યું ત્યાં અઠ્ઠાવીશ લબ્ધિ યુક્ત એવા મહા મુનિ હરિફેણ ગુરૂને જોઈ તેમના તપોબળથી દેવીને છળ દૂર થઈ ગયે, પછી તે પશ્ચાસાપ કરતા તે વિદ્યારે ગુરૂ પાસે ધર્મ સાંભળીને વૈરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરી. અનુકમે કેવળજ્ઞાન પામી તે વિદ્યાધર મુનિ મોક્ષે ગયા.”
ધર્મ સાંભળી વૈરાગ્ય પામેલા શ્રીબલ રાજાએ ગિરિસુંદરને રાજ્યગાદી સમર્પણ કરી રત્નસારને યૌવરાજ પદ આપી શતબલ આદિ અનેક રાજ પુરૂષો સાથે દીક્ષા ગ્રહણ કરી.
સંયમલમી ન્યાયથી પ્રજાનું પાલન કરતા બન્ને બાધ (ગિરિસુંદર અને રત્નસાર) પુણ્યના મધુર ફલને અનુભવ કરી રહ્યા હતા. એ રાજ્ય સુખમાં પાણીના પ્રવાહની માફક યુગના યુગ પસાર થઈ ગયા. રમણીય અને મનહર યુવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com