________________
-
-
-
-
એકવીશ ભવને સ્નેહસંબંધ :
૩૮૩.
દ્રવ્ય જુગારી શીઘતાથી જુગારમાં હારી જાય છે તેવી રીતે પૂર્વે ઉપાર્જન કરેલું સુકૃત વિષયના સેવનથી પુરૂષ હારી જતો નથી શું ? આ જુગારીને અનેક રીતે સમજાવવા છતાં તે જુગારને છોડતો નથી, તેમ આપણે પણ ગુરૂ મહારાજને બહુ ઉપદેશ સાંભળવા છતાં પણ વિષયથી વિરામ પામતા નથી. આ જુગારીને આ લોકમાંજ બંધનાદિ કષ્ટ પ્રાપ્ત થાય છે તેવી રીતે આપણને નરકમાં વધબંધનાદિ પ્રાપ્ત થશે. માટે હે વયસ્ય ! આ દુ:ખપૂર્ણ સંસારમાં આત્માને ડબાવ આપણને યુક્ત નથી.”
પઘોત્તરનૃપની વિરક્ત વાણિ સાંભળી હરિગ બોલે. હે મિત્ર! મારી ઈચ્છા-ભાવના પણ ઘણા કાલથી સંયમ ગ્રહણ કરવાની છે. પણ તમારે સ્નેહ અને પ્રતિબંધ કરે છે.
સંયમની ભાવનાવાળા તેઓ બન્નેએ પિત પિતાના પુત્રને રાજ્યપદે સ્થાપન કરી રત્નાકરસૂરી ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી, અનુક્રમે તેઓ બાર અંગને જાણના થયા. તેમનું ચારિત્રે પાલન મોટા મહર્ષિઓને પણ અનુસરવા યોગ્ય થયું. એવી રીતે નિરતિચાર પણે ચારિત્ર પાલતા ને છઠ્ઠ, અઠ્ઠમ, દશમ, દ્વાદશ, અર્ધમાસ અને માસક્ષમણની તપસ્યા કરતા તેઓનાં શરીર તદ્દન કુશંગ બની ગયાં.
અંત સમયે તેમણે-એ બને મહામુનિઓએ સંલેખના કરી-અનશન કરી દીધું. પાપની આલોચના કરતાને શુભ દયાનમાં પરમેષ્ઠીના ધ્યાનમાં તત્પર રહેવા તેઓ મનુષ્યનું આયુ પૂર્ણ કરી મધ્યમ ગ્રેવેયકે-પંચમ ગ્રેવેયકને વિષે સત્તાવીસ સાગરોપમના આયુષ્યવાળા મિત્રદેવ થયા-અહ ઈંદ્રપણાને પ્રાપ્ત થાયા. '
રૈવેયકના દેવતાઓ પોતાનિ દિવ્ય ભૂમી છોડીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com