________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૩પ૭
અધું તપમાં જાય છે તો રાત્રી ભોજનના દોષ જાણું એમાંથી નિવૃત્ત કરવી એ લાભકારી છે. છતાંય કદાગ્રહ ધારણ કરી જાણી જોઈને આડે રસ્તે દોરાવું એ ખુબજ નુકશાન કરનાર થશે, પિલા ગ્રામ્યપુત્રે ગધેડાનું પુછડું પકડી રાખ્યું તો ગધેડાની લાતે ખાઈને મહાવ્યથાને પામ્યો તેમ મેં કદાગ્રહ ધારણ કરવાથી અતિ દુ:ખ સહન કરવું પડે છે ઇશ્વરની સત્યવાત સાંભળવા છતાં ધનેશ્વરે પિતાને મમવ મૂ નહિ - એ નક્તવ્રતમાં પ્રીતિવાળો ધનેશ્વર આર્તધ્યાને મરણ પામીને વાળમાં ઉત્પન્ન થયે ત્યાં મરણ પામી પાંચ વાર વાગોળનો ભવ પામ્યો, બે વાર ચામાચીડીયામાં ઉત્પન થયે, બે વાર ઘુવડના ભવમાં, બે વાર શિયાળના ભવમાં ભમી મરણ પામી વિશાળાપુરીમાં દેવગુપ્ત બ્રાહ્મણની નન્દા નામની પત્ની થકી પુત્ર પણે ઉત્પન્ન થયો, તે જન્મથીજ રોગી થયો એક રોગ મટે તે બીજા બે નવા ઉત્પન્ન થાય, મોતના મેમાન એવા તે પુત્રનું નામ પણ - ન પાડવાથી ગામમાં રેગ નામે તે પ્રસિદ્ધ થયે ને વિષ્ટામાં રહેલા કીડાની માફક તે વૃદ્ધિ પામવા લાગ્યો કારણકે દુ:ખમાં પણ દિવસે તો જાય છે,
અન્યદા શ્રાવકના વ્રતને ધારણ કરનારે ઇશ્વર સંસારથી વૈરાગ્ય પામીને ચારિત્ર લેવાને ઉત્સુક થયા. શ્રી ધર્મે વરગુરૂ પાસે દીક્ષા ગ્રહણ કરી પૃથ્વી ઉપર વિહાર કરતાં તે મુનિ વિશાલાપુરીમાં આવ્યા. પક્ષ ઉપવાસન ધારણા નિમિત્તે નિકળેલા તે મુનિને પેલા દેવગુપ્ત બ્રાહ્મણે જોયા તેમને નમસ્કાર કરી પ્રતિ લાભિત કરી પિતાના પુત્રના રોગનું કારણ પૂછ્યું
હે ભાગ્યવાન! ગોચરીએ જતાં વાર્તા કરવાનો પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com