________________
--
--
--
૩૩૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર છતાંય જૈન ધર્મને આરાધવામાં પ્રમાદ કરું છું. હા! એ મારા પ્રમાદને ધિક્કાર થાઓ.”
એ ચિંતાતુર નરપતિના મનને શાંત કરતી પુષ્પસુંદરી બોલી. હે સ્વામી! ખેદ શા માટે કરે છે? ઉદ્યમ કરનારનાં કાર્ય સિદ્ધ થાય છે હજી બાજી હાથથી કાંઈ ગઈ નથી નિ:સત્ય નારીયેજ શેક તે કરે છે. હે નાથ! સત્યવંત તે કાર્યમાં ઉદ્યમવાળા થાય છે માટે પુત્રને રાજ્ય સ્થાપન કરી રાજ્યચિંતાથી મુક્ત થાવ, બ્રહ્મચર્ય વ્રતને થાવત છવ સુધી પાળે, શ્રીસુરસુંદર ગુરૂ આવે ત્યાં સુધી સઘળે કાળ ધર્મઆરાધનમાં નિર્ગમન કરે, ને ગુરૂમહારાજ પધારે ત્યારે તમારા મારથ સિદ્ધ કરજો.” પરાણી પુષ્પસુંદરીની વાત સાંભળી રાજા ખુશી થયે,
હે દેવી! તમે સારું કહ્યું, " એમ કહી રાજાએ રાણીનું વચન માન્ય કરી, વીરત્તર રાજકુમારને રાજ્યાસને સ્થાપી દીધો, રાજ્યની તમામ ચિંતાથી પરવારી સજાએ ઉપાધિથી સર્વથા મુક્ત થઈ ધર્મમાં પિતાને કાલ વ્યતીત કરવા લાગે.
દરરોજ તે સંપૂર્ણ શાંતિથી એક ચિત્ત જીનેશ્વરની પૂજા કરવા લાગ્યો. સામાયિક કરતા. પૌષધવ્રતમાં પ્રીતિવાળા થઈ અખંડપણે પૌષધશ્રતને આચરવા લાગ્યો, શાસ્ત્ર અધ્યયન, પરમેષ્ટી જાય, તત્વચિંતવનમાં એ શુભસમય વ્યતીત કરતો પણ પ્રમાણું સેવન કરતો નહિ, અનિત્યત્વભાવના ભાવતો રાજા પોતાના દેહના મમત્વનો પણ ત્યાગ કરવા લાગ્યો, દાન, શિયલ, તપ અને ભાવ એ ચારે પ્રકારના ધર્મનું આરાધન કરતે રાજા ધર્મધ્યાનમાં જ સમય પસાર કરવા લાગ્યો. રાણી પણ રાજાની માફક તપથી કૃશ થયેલી ધર્મક્રિયામાં પ્રીતિને ધારણ કરતી ગુરૂમહારાજના આગમનની રાહ જોવા લાગી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com