________________
૩૨૦
પૃથ્વીચંદ્ર અને ગુણુસાગર
માગે ખેંચી જાય છે તે પાતાના આત્માને તેમજ બીજાને દુતિમાં પાડે છે.”
સુંદરીની વાણી સાંભળીને અભિમાની પરિત્રાજિકા મને ધમકાવીને ચાલી ગઇ. “અરે! તુ' માટી સતીયામાં શિરામણ છે તે હવે જોઇ લેવાશે.”
પરિત્રાજિકાએ તે પુરૂષાને સર્વે હકીકત કહી સંભ ળાવીને શિખામણ આપી કે “અરે! જો તમારે વિતની ઇચ્છા હોય તા એ સુંદરીની ઇચ્છા કરવી છેડી દો.” એ દુષ્ટોને શિખામણ આપી પરિવ્રાજિકા ચાલી ગઈ છતાંય એ દુલિત પુરૂષાની અભિલાષા તા અધિક પ્રજ્વલિત થઇ.
હવે એ પુરૂષાએ કોઇ મત્ર સિદ્ધ પુરૂષને સાધ્યા, સિદ્ધના કહેવાથી કૃષ્ણ ચતુર્દશીની રાત્રીએ એ ચારે પુરૂષા મશાનમાં આવ્યા, ત્યાં પવિત્ર ભૂમિમાં મંડલને આલેખી તેમાં બેસીને મંત્રની અધિષ્ઠાયકા દેવીની પૂજા કરી વિધિપૂર્વક આરાધના કરવાથી મંત્રથી આકર્ષાયેલી સ્વી હાજર થઇ. તેને પેલા મ`ત્રસિદ્ધ પુરૂષે સુદરીને હાજર કસ્સા કમાવ્યું....
પિતાને ઘેર રહેલી પૌષધવ્રતવાલી સુદરીને દેવીએ સિદ્ધપુરૂષ પાસે હાજર કરતાં દેવી ખેલી “અરે પાષી! આવા પાપકા માં મને જોડી તારી શક્તિના તે દુરૂષયાગ કર્યો.” એમ કહીને અદૃશ્ય થઇ ગઇ.
એ સિદ્ધપુરૂષે પેલા ચારે દુષ્ટ પુરૂષાને બતાવતાં કહ્યું. જુઓ આ સુંદરી, કે જેની તમે ઇચ્છા કરે છે તે આ રહી, હવે તમને જેમ રૂચે તેમ કરો.
સિદ્ધપુરૂષનાં વચન સાંભળી એ ચારે દુલિત પુરૂષો મુંદરી સાથે રમવાને આતુર થયેલા જે સુદરીને પ્રથમ સ્પર્શ કરે તે પહેલા રમે' એવી શરત કરીને દોડયા. પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com