________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૨૭૧ શશિવેગ મારા ભાણેજ પાસેથી રાજ્ય ગ્રહણ કરવાને ઈચછે છે ત્યારે તમને મારવાની ઇચ્છાએ ગજનું રૂપ કરીને શીઘગતિએ તમારા ઉદ્યાનમાં આવ્યું પણ તમે દયાળુએ શિક્ષા કરીને પણ મને પ્રતિબધે. કારણકે રેગીને વૈદ્ય આપેલું તીખુ અને કડવું ઔષધ પણ ગુણકારી થાય છે,
આ વિષમય સંસારને જાણ્યા પછી ડાહ્યો પુરૂષ તેની જાળમાં ફસાતો નથી, જેથી હું પણ સંયમની અભિલાષાવાળો હોવાથી મારા રાજ્યને પણ તમે અંગીકાર કરો, જેથી નિર્મળ એવા સંયમને હું આરાધું. . એ દરમિયાન સુવેગ રાજાના અનેક વિદ્યાધર સુભા આવી પહોંચ્યા. શશિવેગ પણ પોતાના સૈન્ય સાથે આવી પહોંચ્યો પણ યુદ્ધના ભીષણ જગને બદલે અહીંયાં તે શાંત રસના તરંગે ઉછળી રહ્યા હતા. રાજપાટ છોડીને સંયમને અભિલાષી સુવેગ ફરીને રત્નશિખાને કહેવા લાગ્યો “હે ધર્મબંધુ! રાજ્યને ગ્રહણ કર, મને સંયમમાં વિદ્ધ ના કર !” સુવેગની આ વાત સાંભળી તેના સુભટો આશ્ચર્ય પામ્યા
સુવેગને શાંત કરતા રત્નશિખ અને શશિગ બોલ્યા, “હે સાહસિક! જગતમાં એક તમને જ ધન્ય છે કે આવું વિદ્યાધરના ઐશ્વર્યવાબુ મેહક સામ્રાજ્ય તૃણની માફક છાડવાને તમે તૈયાર થયા છે, છતાં હાલમાં તે તમે તમારું રાજ્ય ભેગો. સમય આવ્યે સંયમને આરાધજે કેમકે યૌવનવયમાં ઇન્દ્રિય નિગ્રહ દુર્જાય છે. પવનથી કંપા ચમાન ધ્વજાના જેવું ચંચળ મન છે માટે લીધેલા વ્રતને ભંગ થાય તો મહા અનર્થ કરનાર છે જેથી અત્યારે તો રૂડી રીતે રાજ્યને ભેગ. : રત્નશિખે અનેક રીતે સુવેગને સમજાવવા છતાં વેરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com