________________
૨૨૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
છેનગુણનું પોતાનાં મધુર સ્વરે ગાન કરવા લાગ્યાં. રાજા કઈ કઈ સમયે રથયાત્રા કરતે, મહાપૂજાના મહેસવ કરત ઉદ્યાપન ઉજવતો હતો, જે મહાપૂજાના ઉત્સા અનેક લેકેના દર્શનના કારણભૂત થતા હતા. એ નિમિત્તે રાજા દાન આપતો હતો કે જેથી લેકે રાજાની જીન ભક્તિનાં વખાણ કરતા હતા, બીજા જીનમંદિરમાં પણ જીન પૂજાઓને રચાવતો મોટા મહેન્સને કરતે પોતાના સમકિતને શોભાવવા લાગ્યો, જૈનધર્મને જગત ભરમાં પ્રસિદ્ધ કરી લેકેને પણ ધર્મના અપૂર્વ રાગી બનાવ્યા,
રાજા જૈનશાસનના પ્રભાવક થવાથી પ્રજા પણ જૈનધર્માનુરાગી થઈ છતી જીનેશ્વરની ભક્તિ કરવા લાગી, સાધુઓને દાન આપી પોતાને માનવભવ સફલ કરવા લાગી. જીનેશ્વરની પૂજામાં પ્રીતિ ઘારણ કરી જૈન શાસનને ઉઘાત કરવા લાગી, એ પ્રમાણે દ્રવ્યસ્તવપૂર્વક ભાવથી જૈનધર્મનું આરાધન કરતાં દેવસિંહ નસ્પતિ વૃદ્ધ થઈ ગયા. - શ્રમણધર્મને અંગીકાર કરવાની ઈચ્છાવાળા ભાવ સંયમી નરપતિ વિચાર કરવા લાગ્યા, “ગૃહસ્થ ધર્મરૂપી તરૂવરનું ફલ શ્રમણધર્મ તો હવે મારે માટે તે યોગ્ય છે પણ શું કરું? મારે પુત્ર હજી બાલક છે. જેથી તેને ત્યાગ કરવાને હું શક્તિવાન નથી. પરંતુ હાલમાં તે એ બાલક કમારને રાજ્ય સ્થાપના કરી હું નિર્ચાપારવાળો થાઉ, જ્યારે આ મેટ થશે ત્યારે હું પ્રવજ્યા અંગીકાર કરીશ.”
રાજાએ સર્વ જનની સંમતિથી નરસિંહ કુમારને રાજ્યાભિષેક કર્યો ને શ્રાવકનાં પંચ અણુવ્રતને ધારણ કરતા નરપતિ દેવસિંહ રાજ્યની ઉપાધિથી મુક્ત થઈને ધર્મના અનુષ્ઠાનની ક્રિયામાં રક્ત થયે, વિવિધ પ્રકારનાં તપને કરતાં રાજાએ પોતાની કાયા શાષવી નાખી. ચારિત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com