________________
૨૨૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સુપ્રભ જીનેશ્વરની દેશના શ્રવણ કરી મેહરૂપી અંધકારને નાશ થતાં જ્ઞાનરૂપી લોચન ઉઘડી ગયાં છે જેનાં એવા ચક્રવતી બેલ્યા. હે ભગવાન! આપની વાણી સત્ય છે. ધર્મરૂપી નાવ વગર સંસાર સમુદ્ર તરી શકાતો નથી, પુત્ર, કલત્ર આદિના સ્નેહથી બંધાઈને જાયેંધ પડે પ્રાણ પ્રિય કે અપ્રિય કાંઈ જોઈ શકતો નથી. પરંતુ આપના પ્રસાદથી અમે શુદ્ધ તત્વને જાણ્યું, છતાં મારે અને મંત્રી મતિસાગરના અરસપરસ ગાઢ આકર્ષણ પ્રીતિના સંબંધને આપ પ્રકાશ કરો, ' ચક્રવતીના પ્રશ્નના જવાબમાં જીનેશ્વરે શુકના ભવથી તે ચકીને ભવસુધી એ બન્નેનો પરભવને સંબંધ કહી સંભળાવ્યું. તમે બન્ને સરખુ પુણ્ય ઉપાર્જન કરેલું છે ને ફલ પણ સરખુ ભેગવ્યું છે, તમે શુકના ભવમાં જીનેશ્વરની પૂજા કરી તેરૂપી તમે બીજ વાવેલું તે પુણ્યરૂપી વૃક્ષ અત્યારે ફલેલું ખીલેલું છે અને જેનું ફલ તો તમારે સિદ્ધ ગતિ પ્રાપ્ત કરીને લેવાનું છે. પ્રભુનું વચન સાંભળીને બન્નેને જાતિસ્મરણ જ્ઞાન થયું. એ જ્ઞાનથી એમણે બને એ પિતાના પૂર્વ ભવ જોયા, શાનથી વૈરાગ્ય સન્મુખ થયેલા ચકી અને મંત્રી અને ચારિત્ર લેવાને તૈયાર થયા, - જીનેશ્વરને વાંદી ચકી અને મંત્રી પોતાના પરિવાર સાથે નગરમાં ગયા, ચારિત્રને ગ્રહણ કરવાની પ્રબળ આકાંક્ષાવાળા ચક્રીએ ષ ખંડનું મોટી સમૃદ્ધિવાળું રાજ્ય તૃણની માફક ગણું પોતાના જેઠ પુત્રને સોંપી દીધું, પુત્ર, કલત્ર અને નેહી જનોના સ્નેહની મજબુત સાંકળ પણ તંતુની માફક તોડી નાખી. ચેસઠ હજાર સ્ત્રીઓના ને હનો ત્યાગ કરી કથીરની જેમ ગણી તેમને છોડી દીધી, તેમના દીન વચન કે રૂદન તરફ પણ ધ્યાન ન આપતા ચકી દીક્ષા લેવાને તૈયાર થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com