________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૧૫૯
ગણને નાશ કરી પુષ્કળ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે અનેક પ્રાસાદા બનાવી રાજી થાય છે, તેને પણ શયન માટે ફક્ત એકજ પલંગની જરૂર પડે છે. રથ, હાથી કે અશ્વ પણ માત્ર એકજ ઉપભેગમાં આવે છે વસ્ત્ર, આભૂષણ વગેરે પુષ્કળ પ્રમાણમાં હોવા છતાં એ બધીય સામગ્રી ઉપભેગમાં આવતી નથી. અમુક પ્રમાણ જેટલી જ તે ભેગવવાની હોય છે તેય તે મેળવેજ જાય છે, એ લેભને તે કાંઈ થાભ છે? : અનેક આરંભ સમારંભ કરીને આત્મા મેળવે છે છતાં એ બધીય સાહેબી તે પિતાના ઉપભેગને બદલે બીજાઓજ ભેગવે છે અજ્ઞાનથી મૂઢ થયેલા આ પામર જીવની અજ્ઞાનતાનીય કાંઈ હદ! એજ પુરૂને ધન્ય છે કે જેમણે આ પાપ સમૃદ્ધિને વિવેકપૂર્વક સમજીને ત્યાગ કર્યો છે. મહારાજ કમલસેનની વૈરાગ્ય ભાવના વૃદ્ધિ પામી એમની બેગ લાલસા, વિષયવાસના, મેહમમતા અધીય હવે ઠંડી પડી ગઈ, મંત્રીઓ વગેરેની સલાહ લઈ , પટ્ટરાણી ગુણસેનાના પુત્ર સુષેણને રાજ્યપદે સ્થાપન કર્યો. રાજ્યની એ મોટી જવાબદારીથી પિતે મુક્ત થયા - શ્રીશીલંધરસૂરિના શિષ્ય શ્રીસંયમસિંહ ગુરૂ પાક દેશના સાંભળી વધતા પરિણામની ધારાએ ગુણસેના આદિ પરિવાર સહિત રાજાએ ચારિત્ર ગ્રહણ કર્યું રાજર્ષિ છ, અઠ્ઠમ વગેરેની તપસ્યા કરતા ને કાયાને દમતા હતા, ઉપરાંત સાવધાનપણે નિરતિચારે ચારિત્ર પાલતાં તેઓ મુનિઓની નિત્ય વૈયાવચ્ચ કરવા લાગ્યા. એ પ્રમાણે ચારિત્રનું આરાધન કરી કમલસેન રાજર્ષિ પાંચમા દેવલેકે દશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા, ગુણસેના સાથ્વી પણ કાળ કરીને તે દેવલોકમાં ઉન્ન થઈ ત્યાં બને મિત્રદેવ થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com