________________
.
૯૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
પરિચ્છેદ ૨ જો
કમલસેન અને ગુણુસેના
૧
કમલસેન.
સ્વર્ગના ઢુકડા સમ્ર પાતનપુરનગર જગતભરમાં અતિ સ્વચ્છ અને પ્રચંડ શહેર ગણાતું હતું, નગરના ઊંચા મિનારાઓ તેમજ કીલ્લાના બુરજો આકાશ સાથે વાતા કરી રહ્યા હતા. માયા મા આલિશાન અને ભવ્ય પ્રાસાદાથી અમરાવતીની શાભા ઝંખવાઈ જતી હતી, એ તનપુરના મહારાજ શત્રુંજયે સમગ્ર શત્રુઓને છતી પ્રજાનું ન્યાયથી રક્ષણ કરીને પાતાનુ નામ સાર્થક કરેલું હતુ, શુદ્ધ શિયલને પાલન કરનારી વસંતસેના નામે પટ્ટરાણી સાથે દેવ સમાન સુખને અનુભવતા શત્રુંજય રાજા જતા એવા સમયને પણ જાણતા નહિ. દેવતાઓ પણ ઈર્ષ્યા કરે એવું એ સુખ જાણે શચી અને શચીપતિનું હશે કે શીવ અને પાતીનું સુખ હશે? રાજ્ય અને રમણીનાં સુખામાં મશગુલ બનેલા એ નરપતિ ! બળ, બુદ્ધિ, સાહસ અને પરાક્રમ ઉપરજ મુસ્તાક રહેનાર એ નરનાથના સુખમાં અત્યારે શી ઉણપ હતી? અને જો કાંઈ પણ ઉણપ હતી તા માત્ર એક રાજગાદી સંભારી શકે તેવા રાજકુમારની.
જગતમાં જે પૂર્ણ ભાગ્ય લઇને જન્મેલા છે તેમના મનારથા સલ થાય છે, ભરતામાં હંમેશાં ભરતીજ થયા કરે છે. પુણ્યશાળીને એક પછી એક માંગલ્ય પ્રસગા પ્રાપ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com