________________
(૫૪).
આવા પરસ્પરવિરોધી લખાણથી એમ જ માનવું રહ્યું કે ચંપા બાબત તેમને પોતાને જ કશી ખબર નથી. ઈ. સ. પૂ. પપ૬ માં ભાંગી ગઈ એમ લખે છે અને ઈ. સ. પૂ. પર૪ માં તેને નવી સ્થાપી એમ પણ પ૨૪ પૃષ્ઠ ઉપર લખે છે અને તે સાથે સાથે એમ પણ લખે છે કે બત્રીસ વર્ષ ઉજજડ રહી, બીજી વખત લખે છે ૨૫ વર્ષે પુનરુદ્ધાર કર્યો, ત્રીજી વખત લખે છે ત્રણ વર્ષમાં જ પુનરુદ્ધાર કર્યો–આ ત્રણે વિધી હકીક્ત ઈ. સ. પૂ. પપ૬ થી ઈ. સ. પૂ. પ૨૪ વચ્ચે કયા ગણિતના હિસાબથી થઈ શકે તે સમજવું મુશ્કેલ નથી. એટલે કે ઉપરની હકીકત તદ્દન અસંગત છે.
કારણ કે તેમણે ઈ. સ. પૂ. પ૨૮ માં કૃણિકનું રાજ્યારિહણ અને ઈ. સ. પૂ. પર૭ માં ભગવાન મહાવીરનું નિર્વાણ પૃ. ૩૮ ઉપર સાલવારીમાં લખ્યું છે, જ્યારે ક્રેણિકના રાજ્યત્વકાળ–ગાદીનશીન થયા પછી અને ભગવાનના નિર્વાણ પહેલાં ૧૪ વર્ષે ગશાળક મૃત્યુ પામ્યા. ગોશાળક મૃત્યુ પામ્યો તે પહેલાં રાજા કૃણિક સાથે હલ વિહલ્લ ને ચેટક રાજાનું મહાયુદ્ધ થયું, જે ભગવતી સૂત્ર, નિશ્યાવલિ વિગેરેમાં “મહાશિલાકટક યુદ્ધ” ને નામે પ્રસિદ્ધ થયું છે. તે યુદ્ધ ઈ. સ. પૂ. ૫૪૦ ની આસપાસ થયાનું મનાય છે. એ યુદ્ધ પહેલાં ભગવાનનું કૂણિકે ચંપાનગરીમાં સામૈયું કર્યું છે. હવે જે ઇ. સ. પૂ. પર૭ માં ભગવાનનું નિર્વાણ અને ઈ. સ. પૂ. પ૨૮ માં કૂણિકનું રાજા થયાનું માનવામાં આવે તે એ એક વર્ષના ગાળામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com