________________
જણાવ્યા અને તેમાં કેટલાક ઉમેરીને “અશોકના શિલાલેખ ઉપર દષ્ટિપાત નામના પુસ્તકમાં પાછળ ટાંકી લીધા.
ડે. મહાશયને જણાવેલા પ્રશ્નોના ઉત્તરે તેમણે “જેન”માં પ્રકાશિત કરાવ્યા. તેમાં નેતરની સોટી જેવું શાણપણ હતું, પરંતુ ઇતિહાસની દષ્ટિએ તે જવાબ સંતોષકારક ન હતા. ખરી રીતે તેમણે એ પ્રશ્નોનાં જવાબ ન આપ્યા હતા તો તેમની પ્રતિષ્ઠા વધારે જળવાત. જવાબ આપીને તે તે પોતે પોતાની જાળમાં પૂરાયા છે.
પ્રસ્તુત ૨૭ પ્રશ્નોના જવાબમાં ૬ જવાબમાં તે “પ્રાચીન ભારતવર્ષમાં આળેખેલા અસત્યને સ્વીકાર કર્યો છે. ત્રણમાં સ્પષ્ટ રીતે, ત્રણમાં દ્રાવિડપ્રાણાયામની રીતે. ચૌદ ઉત્તરમાં ઈતિહાસની દષ્ટિએ લૂલા બચાવો કર્યા છે અને આઠ પ્રશ્નોમાં પિતાના પુસ્તકને હવાલે આપે છે.
પરંતુ પુસ્તક તે મેં વાંચ્યું જ હતું. તેમાં તે સંબંધી કશું તવ્ય કે સત્ય ન નિહાળ્યું ત્યારે તે ભારે પૂછવાને અવસર આવ્યો. ખેર ! એ વાત જવા દઈએ પણ ૨૫-૧૦-૩૬ ના ગુજરાતી ' સાપ્તાહિક પત્રમાં તેઓ જણાવે છે કે –
“તેના (૨૭ પ્રશ્નોના) ઉત્તર તો તે જ પત્ર(જેન)માં આપી ચૂક્યો છું. બાકી જે ૩૪ પ્રશ્નો રહ્યા તેના ઉત્તર દેવા રહે છે, પણ નેહીવર્ગમાંથી અનેક સૂચનાઓ તે સંબંધી જે થઈ છે તેમાં એક એવી છે કે, તેમણે જ્યારે પુસ્તિકામાં તે પ્રશ્નો છાપ્યા છે તે મારે તે એકસને ખુલાસો એકી સાથે પ્રજા સમક્ષ ધરવો જોઈએ કે જેથી સારાસારની વાચકોને ખબર પડે. જેથી કરીને “ પ્રાચીન ભારતવર્ષ 'ને ત્રીજો ભાગ જે છપાય છે તેના અંતે તે જોડવા ધારું છું. ઉપરાંત તેની છૂટી નકલો કેટલીક કઢાવીશ, જે વિદ્વાનેને અથવા તેના અભ્યાસીઓને, મંગાવવાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com