________________
(પર). મુસાફરે, હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, પ્રાચીન, અર્વાચીન ઈતિહાસકારેના, પુરાણ, મહાભારત, કાવ્યશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, તીર્થક૯૫ વિગેરે તમામના પુરાવાઓ આપ્યા છે અને તે બધાએ ચંપાનગરી અને અંગદેશને પૂર્વ દિશામાં ગંગા નદીને કિનારે જ બતાવ્યા છે.
પ્રાચીન ભારતવર્ષમાં અંગદેશ દક્ષિણ દિશામાં ક્યાંથી આ એના કાંઈ પુરાવા છે ખરા ?
તેમણે રૂપનાથના ખડક R. E.ને અખંડનીય પુરાવા. તરીકે બતાવ્યું છે અને કથાનકે ને દંતકથાઓને ઉલ્લેખ કર્યો છે, પરંતુ એકકેનું નામ કે પુરાવા રજૂ કર્યા નથી. અને કદાચ રજૂ કર્યા હતા તે પણ નિર્મૂળ દંતકથાઓ, એ ઈતિહાસ જ નથી.
તેમના પુસ્તકમાં એક વધારે હાસ્યજનક બિના તે એ છે કે તેઓ એક પછી બીજા ને બીજા પછી ત્રીજા પાનાઓ ને ટીપણે જેવા ભળાવે છે અને એમ કરી વાચકને ભ્રમણામાં નાખે છે; છતાં ય છેવટે બધું તપાસી જતાં અંતમાં કાંઈ અર્થ નીકળતું નથી. જેમકે –
પુ. ૨, પૃ. ૩૬૪ ઉપર લખે છે ટી. ૩૬ માં જુઓ. ત્યાં વળી લખે છે ટી. ૨૯ જુઓ.
ત્યાં વળી લખે છે પૃ. ૩૬૪ ટી. ૩૫ જુઓ. અને એ બધી ઝાડી ફરી વળતાં જોઈએ છીએ ત્યારે કશે સારાંશ કે ચેખવટ મળતાં નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com