________________
( ૧૪ )
સર્વથા અક્ષક્તવ્ય જ લેખાય. પટેજ મારું માનવું છે કે પ્રાચીન ભારતવર્ષમાં પ્રમાણપૂર્વક અન્વેષણ બહુ જ ઓછું થયું દેખાય છે.
મનક મુનિનું અવસાન ક્યારે થયું ? જૈન શાસ્ત્રગ્રન્થમાં બાળ મુનિમનક અતિ પ્રસિદ્ધ વ્યક્તિ છે. જેને ઉપદેશ આપવા માટે એક આખા શાસ્ત્રની રચના થઈ હતી તે પણ શાસ્ત્ર પ્રસિદ્ધ છે. તેમનું મૃત્યુ લગભગ ૮ થી ૯ વર્ષ થયાનું તેંધાયું છે. જ્યારે “પ્રાચીન ભારતવર્ષમાં તેને અવસાનકાળ બાર વર્ષને લખવામાં આવ્યા છે. તેમાં લખ્યું છે કેઃ
જૈન ગ્રંથમાં મનક નામના એક મુનિ બાર વર્ષની ઉમરેજ ( મ. સં. ૭૬માં ઈ. સ. પૂ. ૪૫૦ ) મરણ પામ્યાનું નોંધાયું છે. ”
પ્રા. ભા.પુ. ૧, પૃ. ૩૧. આ બીના શાસ્ત્રીય અને ઐતિહાસિક દષ્ટિએ તપાસતાં અસત્ય કરે છે. તેમની સાથેની પ્રશ્નચર્ચામાં તેઓ લખે છે કે
પુસ્તક તપાસી જોતાં કયાં ય ઉપરને નિર્દેશ મળતો નથી.”
જિન ૧૯-૪-૩૬ “પ્રાચીન ભારતવર્ષ” પુસ્તકમાં તેઓ બાર વર્ષની ઉમર બતાવે છે, જ્યારે પ્રશ્નચર્ચામાં બાર વર્ષની ઉમરને ઉલેખ કયાં ય જોવામાં આવ્યાને ઇનકાર કરે છે. વાચકવગ તેને અર્થ એ કરી શકે કે પુસ્તક લખાતી વખતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com