________________
બે બોલ
પ્રાચીન 'ભારતવર્ષનું સિંહાવલોકન' નામનું, ઉત્કટ ને સચોટ ઐતિહાસિક હકીકતે રજૂ કરતું, અને વિકૃત ઇતિહાસનું વિદ્વત્તાભર્યું અનવેષણ કરતું આ નવું પુસ્તક સમાજને અર્પતાં અમને આનંદ થાય છે.
આ પુસ્તક ડ. ત્રિ. લ. શાહના “પ્રાચીન ભારતવર્ષના પ્રથમ ભાગ ઉપર લખાયેલું છે. તે પુસ્તકમાં જે બેટી અને ભ્રામક હકીકતો આલેખી છે તેની યોગ્ય ને અકાય પુરાવાઓ તથા સચોટ હકીકતોથી ભરપૂર, સમીક્ષા આમાં કરવામાં આવી છે. તેમાં સંખ્યાબંધ પુસ્તકોના પુરાવાઓ રજૂ કર્યા છે. કોઈ કોઈ સ્થળે તે એક એક હકીકત સાબિત કરવા માટે જુદા જુદા પુસ્તકના પચાસથી પણ વધારે પુરાવાઓ અપાયા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com