________________
(૨૩૩) મારે, ડોકટરસાહેબે લગાવેલાં કેટલાં ગપ્પાં બતાવવા? ડોકટરસાહેબ લખે છે કે- બુદ્ધદેવની માતાનું નામ યશોધરા” (પ્રાચીન ભારતવર્ષ પૃ. ૧૨) છે જ્યારે ખરી રીતે તે બુદ્ધદેવની સ્ત્રીનું નામ યશોધરા છે. સ્ત્રીને માતા ઠરાવવી એ પણ એક અપૂર્વ શોધ જ છે ને? - બુદ્ધદેવના શિષ્યોના નામ જણાવતાં ડૉકટરમહાશય “જલાયન” (પ્રાચીન ભારતવર્ષ, પૃ. ૧૪) નામ જણાવે છે. ઉપરાંત તેઓ પિતાની એક ટિપ્પણમાં લખે છે કે “ કેટલાંક બૌદ્ધ ગ્રન્થમાં જળાયન લખ્યું છે.” (પ્રાચીન ભારતવર્ષ, પૃ.૧૧, ટિપ્પણ ૩૮ તથા પૃ. ૬ ટિપ્પણ ૧૨.)
ડોકટરસાહેબે “જલાયન” નામની નવી શોધ તે કરી, પણ તે તેમણે કયા બૌદ્ધ ગ્રન્થમાંથી મેળવ્યું છે તે લખવાની તેમને જરૂર નથી જણાઈ. નામ તો મોગલાન અથવા માગત્યાન છે, પણ લિપિશાસ્ત્રવિશારદ () ડોકટરસાહેબે તેને
જલાયન” વાંચ્યું જણાય છે અને એવું ઊલટું વંચાય ત્યારે જ નવીન શોધ થઈ શકે ને ? ડોકટરના ઈતિહાસમાં બુદ્ધદેવની માતાનું નામ યશોધરા છે એ વાત ઉપર આવી ગઈ, પણ બીજી નવી વાત એ છે કે તેઓ બુદ્ધદેવની સ્ત્રીનું નામ “યદા” પણ જણાવે છે.
ઉમરે આવતાં સારા ખાનદાન કુટુંબની “યશોદા નામે ક્ષત્રિય કન્યા સાથે પાણિગ્રહણ કરાવ્યું હતું.”
(પ્રાચીન ભારતવર્ષ, પૃ. ૧૦, તથા પૃ. ૧૩)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com