________________
(૨૩૧ ) તેમની આ કપના સર્વથા અસંગત છે, કારણ કે તે માટે તેમની પાસે એક પણ પ્રમાણ કે પુરા નથી.
વળી, બીજું એ કે તેમની એ હવાઈ કહપનાને સ્વીકારવામાં આવે તે અત્યારે જેટલી મૂર્તિઓ છે તે બધી ય મહાભારતની પ્રાચીનતા કરતાં ય વધારે પ્રાચીન કહી શકાય, કારણ કે ડોકટરસાહેબની કલ્પના પ્રમાણે તે દરેક મૂર્તિ ઉપર લે છે તે બધા પછી જ લખાયા છે. જગતમાં ઈતિહાસને વિવંસ કરે એવાં પણ ભેજાં છે એ વાત આ ડેકટરશાહી ઈતિહાસ વાંચ્યા પછી સ્વીકારવી જ જોઈએ.
ડોકટરમહાશય આ એક બીજી શોધ ()કે જે આજ સુધીમાં કોઈ પણ વિદ્ધાને નથી કરી-કરતાં લખે છે કે
પાશ્વનાથ પોતે ચાર મહાવૃત્તની પ્રરૂપણ કરતા હતા. ગૌતમબુધે પિતે પ્રચાર કરેલા બૌદ્ધધર્મમાં પણ ચાર વૃત્ત. (જેને તે ધર્મના ગ્રંથમાં ભય કહેવામાં આવ્યા છે)ને જ ઉપદેશ આપ્યો છે.” (પ્રાચીન ભારતવર્ષ પૃ. ૧૪, ટિ. ૨)
ઉક્ત લખાણમાં ડોકટરમહદય “મહાત્રતે” અને “ક્ય' એ બનેને એક જ સમજતા લાગે છે, અને તેમની આ સમજણ અંધકારને પ્રકાશ અને પ્રકાશને અંધકાર કહેવા જેવી અપૂર્વ વિલક્ષણ છે. એમ છે તેથી તેને અપૂર્વ શોધ જ કહેવાય ને ? અહિંસા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહ એ
૧. જેવું છપાએલું છે તેવું જ લખ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com