________________
( ૨ ) ઇતિહાસકાર (?) તે ‘ અમૂરું હિન્યતે સર્વમ્ ' એ ઉક્તિને વળગી પાનાંનાં પાનાં ભયે જ જાય છે.
જે મૂર્તિ બાબત ડૉકટરસાહેબે પેાતાની તરગપર પરા હુકારી છે તે મૂર્તિ નથી આચાર્ય ભદ્રબાહુની, તેમ તેને સંબધ નથી સમ્રાટ્ પ્રિયદર્શિન સાથે, એ વસ્તુ તે મૂર્તિ ઉપરના શિલાલેખ જ કહી આપે છે. મૂર્તિના જમણા પગ પાસેના લેખ આ પ્રમાણે છે:
“ શ્રી રામુળ્વરાનં માહિનિવું ” આ પંક્તિની ભાષા અને લિપિ અન્ને કાનડી છે. તેના ભાવ બતાવવા તામિલમાં તેને અનુવાદ એ પક્તિની નીચે જ આપેલા છે, “ શ્રી સામુદ્ગરાનન [શે ] ધ્વ [વ ] વૃત્તાં ' અર્થાત્ “ શ્રી ચામુણ્ડરાજે નિર્માણુ કરી. ” આ ચામુંડરાય પોતે બીજા રાજા માસિંહુના અને ખીજા રાયમલ્લના મંત્રી હતા. ખીજા રાજા મારસિંહનું મૃત્યુ ઈ. સ. ૮૭૫માં થયું હતું. એ ઉપરથી સ્પષ્ટ માલૂમ પડે છે કે મંત્રી ચામુડરાયના સમય ઇસ્વીને દસમા સૈકા ઠરે છે. એટલે એ મૂર્તિના નિર્માણુને સમય પણ એ દસમા સૈકાની અંદર જ આવવા જોઇએ. મ`ત્રી શ્રી ચામુંડરાયને લગતા બીજા કેટલાક પુરાવાઓ જોતાં અને તેના ઉપાસ્ય સૈદ્ધાંતિક સાર્વભામ મુનિ નેમિચંદ્રના પ્રથામાં આવતા તેમજ બીજા ગ્રંથામાં નાંધાયેલી એ મૂર્તિ ને લગતી હકીકત જોતાં એ મૂર્તિના નિર્માણુસમય ઈ. સ. ૯૭૮ થી ૯૮૪ ના ઠરે છે. મૂર્તિ ની નીચે શલાલેખ છે. તેમાં એને ‘ચામુ’ડરાયે અનાવેલી છે ’ એવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com