________________
(૧૬) એ લાઢ દેશ અને તેની રાજધાની કેટિવર્ષ નગરને પુંવર્ધન દેશ સાથે પણ બહુ નિકટને સંબંધ છે, પરંતુ તેની ચર્ચા, અલબત્ત, પ્રાસંગિક હોવા છતાં લખાણને લીધે અહીં નહીં કરું.
': ૨૪ : - ઉદયન વત્સપતિ અને ઉદાયી મગધપતિ
વત્સપતિ ઉદયન અને મગધપતિ ઉદાયી એ બન્નેમાં ખૂન કેનું થયું હતું? અપુત્રિ કોણ મરી ગયે હતો? વિગેરે હકીકત સંબંધી “પ્રાચીન ભારતવર્ષ” પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવે છે. તેમાં એક બીજાની હકીકતે, સંબંધી વિવેકપૂર્વક વિચાર ન થવાને કારણે હકીકતનું મિશ્રણ થઈ જવાથી એક બીજાની હકીકતે એક બીજાને નામે ચડાવી દેવામાં આવી છે.
વળી ઉદાયી નામ ઉડાવી દઈ ઉદાયન અને ઉદયન એવાં નામ લખી નાખ્યા છે. કેઈ સ્થળે બન્ને રાજાઓને ઉદયન ઠરાવી દીધા છે; એટલું જ નહીં પણ ઈતિહાસમાં જે સત્ય હકીકત છે તેને અસત્ય, અપ્રમાણિત ને વિશ્વમ ઠરાવવાનું પણ સાહસ કરવામાં આવ્યું છે. તેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે
જૈન ગ્રન્થોમાં મગધપતિ ઉદાયનને અપુત્રિ મરણ પામ્યાનું, અને આ વત્સ પતિનું મરણ જે ખૂન કરવાથી થયું છે તે સર્વ ઘટના મગધપતિને જ લાગુ પાડ્યાનું જણાવાયું છે પણ તે વિભ્રમ છે.”
પ્રા. ભા. પુ. ૧, પૃ. ૧૨૦, ટી. ૫૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com