________________
(૧૩) હશે, પણ તેને અંગ્રેજીમાં Paddasi લખવું પડે; પછી અંગ્રેજીમાં લખતાં લખતાં કેઈક લેખકે પોતાની બુદ્ધિકૌશલ્યના પ્રતાપે કે લેખિનીના ભૂતે અટકચાળુ કર્યું હોય તેથી, અથવા પ્રસેનજીત કે પેસેનજીતના નામેચ્ચારની સાથે સામ્ય બતાવવા પદાસીને બદલે પસાદી Pasadi કરી નાખ્યું હેય.”
પ્રા. ભા. પુ. ૧, પૃ. ૮૦. ટી. ૨૨ ઉપરના કથનમાં લેખકે બૌદ્ધ ગ્રંથ ને જેન ગ્રન્થનું એકે નામ આપ્યું નથી. માત્ર બૌદ્ધ ગ્રન્થ ને જેન ગ્રન્થ શબ્દો મૂકી કલ્પના કરી છે.
વળી “પ્રકૃતમાં પદેશી લખાતું હશે” એમ લખવાની શી જરૂર? પ્રાકૃત પુસ્તક તપાસવામાં આવ્યા હતા તે પ્રસંગે પાત્ત સ્થળે સ્થળે તેનું નામ આવે છે તેથી સવયં જાણી શકાય કે પ્રાકૃતમાં પ્રવેશીનું શું કામ થાય છે. પણ ખોટી શંકાઓ ઊઠાવી જનતાને ભ્રમમાં નાખવાને પ્રયાસ તે નથી થતું ને ? એને અર્થ તે એ થાય કે પ્રાકૃત–સંસ્કૃત ભાષાનું જ્ઞાન ન હોય એવા જડ લેકે માટે આ ગ્રન્થ લખાયે હોય; કારણ કે પ્રાકૃત-સંસ્કૃત ભાષાના ગ્રંથ વાંચનારા તે ઘડીભરમાં એ જાણી શકે કે પ્રદેશનું પ્રાકૃત રૂપ-નામ શું થાય. તેમને એ વિષયની શંકા જ ન થવા પામે.
ઉપરના અવતરણમાં એક સ્થળે લખ્યું છે. “પાલી ગ્રન્થમાં પદાસી થતું હશે.” અરે ! આમ થતું હશે ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com