________________
(૧૨૭)
દાખલા તરીકે કેઈનું નામ નત્તમ હોય અને તેનું કામ અધમ હોય તે તેના કામથી તેના નામમાં ફેર કરી
નરાધમ” લખાય નહીં. અથવા ત્રિભુવનદાસ તેને સામાન્ય અર્થ એ થાય કે ત્રણ ભુવન–સ્વર્ગ–મૃત્યુ પાતાળ-ને દાસ. હવે કઈ કલ્પના કરે કે વર્તમાન કાળે સ્વર્ગ-નરકમાં જવાનું કે ત્યાંની સેવા કરવાનું શક્ય નથી. મનુષ્યની સેવા કરવાનું શક્ય છે, માટે તે ત્રિભુવનદાસ ન હોઈ શકેઃ મૃત્યુદાસ હોઈ શકે. અને તેથી ત્રિભુવનદાસને બદલે મૃત્યુદાસ જ લખી શકાય, પરંતુ દુનિયામાં એવું બનતું નથી. વિશેષનામની સાથે તેના અર્થને કે તેના આચરણને કશો સંબંધ રહેતો નથી. અને તેના અર્થ કે આચરણ ઉપરથી નામમાં–નામના શબ્દમાં કે અક્ષરમાં કેવળ આપણી કલ્પનાથી ફેરફાર કરી શકાય નહીં. અને તેમાં પણ ઐતિહાસિક બાબતમાં તે કદી એવું બની શકે નહીં અને જો એમ કરવા જઈએ તે ઈતિહાસના ઘણાખરા નામ, વિશેષે કરી રાજાઓનાં નામ ફરી જ જાય. એટલે ઉદયભનું કામ ભદ્ર ભલું ન હોય માટે તે ઉદયભને બદલે અક્ષરેમાં ફેરફાર કરી ઉદાયીભટ્ટ બનાવી દે એ તે ઈતિહાસને અક્ષમ્ય અપરાધ કહેવાય, ઇતિહાસનું ખૂન કર્યું કહેવાય, સાથે સાથે તે બાલિશ મનવૃત્તિનું પણ સૂચન કરે છે.
ખરી રીતે બધી વંશાવળીમાં અને બધાના મતમાં એને કામ નહીં પણ ૩યમદ્દ તરીકે જ મોટે ભાગે સ્વીકારવામાં આવ્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com