________________
વળી જે પૂરા વાંચેલા ગ્રંથ બીલીઓગ્રાફીમાં બતાવ્યા છે તે વાંચીને ઇતિહાસ લખી શકાય કે કેમ તે તે કોઈ ઇતિહાસવિજ્ઞ પાર્વાત્ય કે પાશ્ચાત્ય વિદ્વાનને પૂછી જોયું હોત તે ખબર પડત અને સાથે સાથે પૂછનારની કિંમત પણ અંકાત.
ટૂંકમાં આવી રીતે મૌલિક પુસ્તકો કે હકીકતોને અણજાણી જ છેડી દઈને ઉપરચેટીયા પુસ્તકો કે ભ. બા. ભાષાંતર જેવા કથાનક કે અર્વાચીન પુસ્તકે ઉપરથી ઇતિહાસ લખવો એક સાહસ માત્ર છે.
અને એનું જ પરિણામ છે કે પ્રાચીન ભારતવર્ષ ' પુસ્તકમાં નીચેના ગંભીર અસત્યો આલેખાયેલાં છે.
ગંગા અને ચંપાનગરીના સંબંધની ખબર નથી. જંલીયગામ ને ભારત એક બતાવ્યા છે. અંગદેશને દક્ષિણ હિંદમાં માનવામાં આવ્યા છે. સાંચીને-વીર નિવણભૂમિ-પાવાપુરી માન્યું છે. ભ૦મહાવીરનું નિવણ શુકશાળાને બદલે (Customs house) અશ્વશાળા-ઘડાસાર તબેલામાં માન્યું છે. આમ્રકાÉવના શિલાલેખને ચંદ્રગુપ્ત મૌર્યને શિલાલેખ મા છે. શાક્તાયન અને કાત્યાયનને એક મનાવવાનો પ્રયાસ થયો છે. પતંજલિ અને કાત્યાયનને એક માનવાની કલ્પના કરી છે.
ચોરવાડને અજબ વ્યુત્પત્તિથી શૌરિપુર માની લીધું છે. (શૌરિપુર; શરિચૌરિ; ચૌરિએર ચેરપુર અથવા ચોરવાડ.)
ઉદાયી રાજાને અજાતશત્રુ બતાવ્યો છે.
* તે રાજ (અજાતશત્ર) પોતાના રાજ્યના ચોથા વર્ષે ગંગા નદીના દક્ષિણ કિનારે કુસુમપુર નામનું રાહેર વસાવી ત્યાં રાજધાની કરો.
પ્રા. લા. ૫ ૧, ૫. ર૯૬,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com