SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ આકૃતિ નકશે વર્ણન ને. . પૃષ્ઠ ૨૨ ૪ ૧૪૯ ૨૩ ૫ ૧૬૧ ૨૪ ૬ ૧૮૮ મગધપતિ નંદ બીજાની દ્વાણ પેટે જન્મેલ ૪ . પુત્ર-શ્રીમુખને સમાજપ્રવૃત્ત વિષમ સ્થિતિને લીધે રાહક પડતો મૂકી, દક્ષિણ હિંદ–મોશાળ તરફ ચાલી નીકળવાનું થતાં, આરંભે કેવળ નાના વિસ્તાર ઉપરજ અધિકાર જમાવી સંતોષ લે પડ હતું તે દર્શાવે છે. અને તે પછી રવબળે માર્ગ મોકળો કરતો તથા પિતાનું સામ્રાજ્ય સ્થાપતે માલૂમ પડે છે, ઉત્તર હિંદમાં મગધ સમ્રાટ બિંદુસાર રાજ્ય પં. ચાણક્યના મરણ બાદ અવિચારી રાજનીતિને લીધે ફાટી નીકળેલા બળવાને પરિણામે નં. ૪ આંધ્રપતિ મક્ષિકશ્રી વસતશ્રી શાતકરણિએ આંધ્ર સામ્રાજ્યને વિસ્તાર દક્ષિણે હિંદમાં કેટલો વધારી મૂક્યો હતો તેને ખ્યાલ આપે છે; તથા બિંદુસાર પછી ગાદીએ આવનાર અશકવર્ધનને ગૃહકલેશ અંગે, તેમજ રાજ્યની વિષમ પરિસ્થિતિને અંગે, વારસામાં મળેલ સંકુચિત રાજ્યહદને સાચવી રાખવામાંજ જીવન વ્યતીત કરવું પડયું હતું તે સાબિત થાય છે. સમ્રાટ પ્રિયદશિનના સમયે મગધ સામ્રાજ્ય સર્વોપરી ઉત્કૃષ્ઠસ્થાને પહોંચ્યું (જુઓ પુ. ૩માં તેને નકશે) હોવા છતાં, તેના વારસદારે ધર્મઝનુની તેમજ તુંડમીજાજી રાજનીતિ ગ્રહણ કરવાથી કેવી રીતે સામ્રાજ્ય એકદમ ભાંગી પડયું હતું; તથા તેની પાછળ રાજલગામ સંભાળનાર શુંગવંશી રાજ અમલ કે હાલકડોલક સ્થિતિમાં પસાર થયે જતો હતો તેને અચ્છ. ખ્યાલ આપવા સાથે, દક્ષિણ હિંદમાં પણ મજબૂત હાથે કામ લઈ શકે તેવા બે ત્રણ નૃપતિઓ થયા હોવા છતાં, તેમને સ્વગૃહ સાચવી રાખવા જેવી નીતિજ અખત્યાર કરી સંતોષ લે પડ્યો હતો તે દર્શાવે છે. શુંગવંશી અમલના અંતે રાત્રી દિવસ ઉજાગરામાં દિવસે પસાર કરી, ક્ષહરાટ નહપાણના રાજઅમલમાં કાંઈક “હા–આ–શ” ભોગવી રહેલ તથા નિરાંતે ધંધપાપ ખેલી રહેલ પ્રજામાં, પાછે શક પ્રજાને અમલ આવતાં, હથેળીમાં જીવ લઈને સઘળો સમય જે પસાર કરવું પડતું હતું તેમાંથી શકારિ વિક્રમાદિત્ય–ગર્દભીલે, નં. ૧૭ આંધ્રપતિની કુમક લઈ સારાયે ઉત્તર હિંદમાં શાંતિનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું તથા પ્રજાએ તે બનાવની ખુશાલીમાં તેના નામને સંવત્સર ચલાવી કૃતજ્ઞતા બતાવી જણફેડન કર્યું હતું, તે સ્થિતિ ઉત્તર હિંદની જેમ બતાવી આપે છે, તેમ દક્ષિણ હિંદમાં તે, કેમ જાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy