________________
મુંબઈ
યુગના ઇતિહાસના કિલષ્ટ અને શંકાસ્પદ પ્રશ્ન ઉપર ઘણું નવું અજવાળું પડશે. અને આપણે વિદ્યાર્થીઓને કે આડે રસ્તે દોરતા હતા તેનું સહજ ભાન થશે. કેળવણીખાતાં તેમજ પુસ્તકાલય વિગેરેના અધિકારીઓ આ પ્રયાસ તરફ સહાનુભૂતિ દર્શાવશે એવી આશા છે. પ્રીન્સ ઓફ વેલસ મ્યુઝીઅમ આચાર્ય ગિરિજાશંકર વલ્લભજી એમ. એ.
કયુરેટર, આર્કોલોજીકલ સેલન
(૧૪)
(ઇગ્રેજી ઉપરથી અનુવાદ) 3. શાહના પ્રાચીન ભારતવર્ષ નામના જંગી પુસ્તકની સંક્ષિપ્ત નેંધ હું રસપૂર્વક વાંચી ગયો છું. અને મને ખાત્રી થાય છે કે, તે ગ્રંથ અતીવ ઉપગી અને રસદાયી નીવડશે. તેમણે ઘણા નવા મુદ્દા ચર્ચા છે અને તે સાથે ભલે આપણે સર્વથા સંમત ન પણ થઈએ, છતાં કર્તાને જબ્બર ખંત અને બહેળા વાંચનને પુરાવે તો આપણને મળે છે જ. મને સંપૂર્ણ ખાત્રી છે કે પ્રાચ્ય વિદ્યાના અભ્યાસીઓ તેને સર્વશ્રેષ્ઠ સત્કાર કરશે. મુંબઈ
એચ. ડી. વેલીન્કાર એમ. એ. વિલસન કૉલેજ
મુંબઈ યુનીવરસીટીમાં જૈન સાહિત્યના પરીક્ષક
(અંગ્રેજી ઉપરથી અનુવાદ) જૈન સાહિત્યના પ્રમાણિક ગ્રંથમાંથી હકીકતની સંભાળ પૂર્વક જે ગષણ તેમણે કરી છે, તેમાં જ આ પુસ્તકની ખરી ખૂબી ભરેલી છે. પ્રાચીન ઇતિહાસમાંથી તો ચાળી કાઢવામાં તેમણે અત્યંત પરિશ્રમ ઉઠાવ્યો દેખાય છે. અને વર્તમાન સન્માનીત મંતવ્યથી તેમનાં અનુમાને જે કે લગભગ ઉલટી જ દીશામાં છે, છતાં કબૂલ કરવું પડે છે કે, તેમના નિર્ણયોથી રસભરી ચર્ચા અને વિવાદ ઉભા થશે અને તેમાંથી કંઈ અનેરા લાભ પ્રાપ્ત થશે.
બી. ભટ્ટાચાર્ય વડોદરા
એમ. એ. પી. એચ. ડી. ડીરેકટર, ઓરીએન્ટલ ઈન્સ્ટીટયુટ
હિંદની કેઈએ ભાષામાં તે શું પણ અંગ્રેજીમાં પણ જેની તોલ આવે એવાં ગણતર પુસ્તક જ હશે; એ બધી વસ્તુઓ ખ્યાલમાં લેતાં, અને ઇતિહાસના અભ્યાસીઓ માટે જે સાધનસંગ્રહ આમાં મૂકાયેલો છે તે જોતાં ડે. ત્રિભુવનદાસની શ્રમશીલતા, ઈતિહાસ સંશોધનના ક્ષેત્રમાં કદર કરવા જેવી છે. આ ગ્રંથમાંના સંશોધન અને વિધાન એક યા બીજી રીતે માર્ગદર્શક, દિશાદર્શક કે પ્રકાશ પહોંચાડનારાં થઈ પડશે એમ માનવું વધારે પડતું નથી. અમદાવાદ
પ્રજાબંધુ (સાપ્તાહિક)
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com