________________
ખારવેલના રાજ્ય વિસ્તાર
૩૫૪
સ્થિતિ જૈતાં બનવા પામ્યું હશે એવા અનુમાન ઉપર આપણે આવ્યા છીએ, એટલે રાજ્યપૂરા બરાબર સંભાળી લેવાના સંયોગામાં કે તેવી કાઈ તૈયારીમાં તે નહોતા તેવા સમયે તેના રાજ્યાભિષેક થવા પામ્યા હતા એમ કહી શકાય. છતાં શિલાલેખની પ્રથમની એ પંક્તિમાં લખાયલી હકીકતથી સમજાય છે કે, તેણે રાજ્યસંચાલનનો તાલીમ લેવા ઉપરાંત અમુક દરજ્જે લડાઈ લઈ જવાની અને તેની દારવણી કરી સાંગે પાંગ પાર ઉતારવાની શકિત પણ મેળવી લીધી હતી. એટલે ગમે તેવા કંફાડા સંજોગમાં તેણે રાજ્યલગામ મહેણુ કરી હતી છતાં, રાજદ્વારી કુનેહ વાપરી રાજગાદીની સ્થિરતા જમાવવામાં જ પ્રથમનું વર્ષ તેને પસાર કરવું પડયું હતું. આ તેનું રાજકીય ડહાપણુ હતું. પરંતુ એક અન્ય વ્યકિત, જે તેની માફક તાજેતરમાં જ તે સમયે ઉગતી જતી હતી તેણે તેના આ ડહાપણુને અન્ય સ્વરૂપે જ ગણી કાઢયું હતું. આ વ્યક્તિ ખીજું કાઈ નહીં, પરંતુ અંદ્રવંશની સ્થાપના કરનાર રાજા શ્રીમુખ શાતકરણી સમજવા. તે પણ રાજા ખારવેલની લગભગ ઉમરના હતા. તેમ તેણે પણ પેાતાના પિતા મગધપતિ રાજા નંદ બીજાના રાજઅમલે ખૂબ રાજકાજની તાલીમ લીધી હતી. આજ અરસામાં નંદ બીજો . મરણ પામ્યા હતા અને તેની ગાદીએ તેની ક્ષત્રિયાણી રાણી પેટે જન્મેલ નાના કુંવરાતે હુક્ક સ્વીકારાયેલ હેાવાથી, શૂદ્રાણી રાણી પેટે જન્મેલ આ શ્રીમુખ, નંદ ખીજાતે જ્યેષ્ઠ પુત્ર હોવા છતાં, મગધપતિ ખનતા અટકી પડયા હતા. એટલે તેણે પોતાના બીજા સહાદર સાથે મગધમાંથી રૂસણુાં લઇ, મધ્યપ્રાંતના રસ્તેથી દક્ષિણુ હિંદમાં ઉતરવા માંડયું હતું. પ્રથમમાં જખલપુર પાસેના પ્રદેશ કબજે કરી ત્યાંના મહારથીને તાએ કરી ત્યાં રાજગાદી સ્થાપવાના મન રહ્યો હતા. માત્ર છ માસ જેટલી અવધિમાં જ પ્રદેશ જીતતા જીતતા તે, રાજા ખારવેલના રાજ્યની પશ્ચિમ
કરી
(૨૩) જીએ હાથીગુફા લેખની ચેાથી પ ંક્તિ. (૨૪) આ કારણથી જ રાજા શ્રીમુખ તથા તેની પાછળ આવનાર પાંચ છ રાજાએ ‘આંધ્રભૃત્યા:’તરીકે ઓળખાવાયા છે. શૃંગનૃત્યા: અને આ આંધ્રભૃત્યા: ના અર્થાંમાં શું ફેર રહ્યો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ દશમ ખંડ
હદ સુધી પાતે પહોંચી ગયા; અને ઉપરમાં જણાવ્યા પ્રમાણે રાજા ખારવેલ જે કફેાડા અને કપરા સોગામાં તખ્તનશીન થયા હતા તે પરિસ્થિતિને લાભ લેવા તત્પર થયેા. તેના મનમાં એમ કે, આ છ માસમાં જ મગધથી છૂટા પડીને જબરદસ્ત પ્રદેશના સ્વામી પોતે બની શકયા છે એટલે તેની વિગ્રહ કરવાની શક્તિ પણ અતુલ છે, તેમ પોતે રાજદ્વારી પટુતા ખેલવામાં પણ કુશળ છે; જેથી આ ઉગતા ખારવેશ્ચને પણ તુરતમાં જ દાખી દેશે. આવી કલ્પનામાં તે આગળ ને આગળ ધસી, કર્લિંગની સરદ ઉપર આક્રમણ લઇ ગયા. એટલે તુરત જ પેાતાની શક્તિને કે સંયોગને જરા પણ વિચાર કે કનવાર કર્યા વિના૨૩ સાહસિક ખારવેલ પાતે જ સૈન્યની સરદારી લઇને તેને સામના કરવા મેદાન પાયો. બન્નેનેા ભેટા થયા. મહાસંગ્રામ મંડાયે!. યુદ્ધમાં રાજા શ્રીમુખને પીઠ ફેરવવી પડી; એટલે સુધી કે રાજા ખારવેલે તેને પીછા પકડયા અને ઠેઠ નાસિક સુધી નસાડી મૂકયા તથા પોતાના ખંડિયા ખનાવી “ આંધ્રભત્યા : ”ની છાપ૪ તેના શીરે ચાંટાડી ત્યારે તે જપ્યા. આ પ્રમાણે ગાદીએ ખેસતાં વેંતજ, મહાપરાક્રમી એવા રાજા શ્રીમુખ જેવા રાજકીય હરીફ ઉપર કૃતેહ મેળવી, હિંદના પશ્ચિમ કિનારા સુધીના મુલક ઉપર પેાતાને વિજયવાવટા ફરકતા કરી શકયા હતા, તેમ આંધ્રપતિનાં સરદારશ જેવા રાષ્ટ્રિકા અને ભેજાને પણ પરાજીત કરી દીધા હતા. એટલે આ ખેવડા વિજયથી નર્મદા અને કૃષ્ણા નદી વચ્ચેના સર્વ પ્રદેશ ઉપર તેનું સ્વામિત્વ સ્વીકારાયાનું ગણવું રહેશે. તે ખાદ નિયમ પ્રમાણે એક વર્ષ આરામ લઇને વળી કૃષ્ણા નદીની દક્ષિણે પ્રયાણ કર્યું. એમ વર્ષ દર વર્ષે ઉત્તરાત્તર ચડાઈ કર્યા કરીને, પલ્લવ, ચેાલા અને પાંડય રાજાઓને શરણાગત કરીને, દક્ષિણ હિંદના મદુરાનગર સુધીના દેશ જીતી લીધેા હતા. વચ્ચે પ્રસંગ મળતાં–મગધપતિ
་་
છે તે માટે જુએ ઉપરમાં. પૃ. ૨૮૪ ટી, ન. ૪૭
આંધ્રભૃત્યા:ની છાપ ક્રચારથી ઉતરી ગઇ છે તે આખા વિષય બહુ રસિદ્ધ છે તે સઘળું શાતવહન વંશના વૃત્તાંતે જણાવવામાં આવરો.
www.umaragyanbhandar.com