SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પરિછેદ ] રાજ્યવિસ્તાર નકશો સામેલ રાખવાની પ્રથા આપણે દાખલ કરી છે, તે સર્વનું વિહંગદષ્ટિએ જે સમીકરણ કરીશું, તે તુરતજ દેખાઈ આવે છે કે જેને ભારતદેશનું વૃત્તાંત લખનારા ઈતિહાસકારોએ ઐતિહાસિક યુગ તરીકે ઓળખાવ્યું છે. ત્યારથી માંડીને અત્યાર સુધીમાં, ઈપણ હિંદી ભૂપ તિએ મમ્રાટ પ્રિયદર્શિનના જેવડા વિશાળ રાજ્યના રયામી તરીકે નામના મેળવી નથી. એટલે કે તેને નંબર પ્રથમ આવે છે. તેમજ ગામમાં પર પણુ (એકાદ-બે અપવાદ સિવાય) તેના જેટલું દીર્ઘકાલીન રાજત્વ કોઈ હિંદી નૃપતિએ ભાગવ્યું દેખાતું નથી; એટલું જ નહીં પણ ઉપરનાં બે તરોની સાથે સાથે પ્રજાની આબાદી, સુખ સંતિ અને આત્મકલ્યાણના કાટલે તળીને તેની રાજનીતિને આંક માંડીશું, તે પણ તેને નંબર એકદમ પ્રથમ જ આવ્યા વિના રહેતું નથી. આ સર્વે સ્થિતિમાં કારણ ગમે તે હોય તેની ઊંડાણભરી ચર્ચામાં ઉતરવાને આ પ્રસંગ નથી તેમ સ્થાન પણ નથી; પણ દેખીતી રીતે એટલું તો રવીકાર્યા વિના ચાલતું જ નથી, કે તે સર્વેમાં તેની રાજ્યનીતિએ અનુપમ અને અપૂર્વ પાઠ ભજવ્યું છે. આ કથનની સત્યાસત્યતાની ખાત્રી, તેના મરણ બાદ માત્ર પચીસ વર્ષ જેટલા ટૂંક સમયમાં જ તેના આવડા મોટા જંગી અને અદ્વિતીય વિસ્તારવંત સામ્રાજ્યને અચબુચપણે જે વિનાશ થવા પામ્યો હતો, તેનાં કારણની સમીક્ષા કરવાથી પણ મળી શકે છે. આ પછિદ રાજ્યવિસ્તારના અંગેને છે, અને ઉપરના પારિગ્રાફમાં વર્ણવેલી સ્થિતિ તે વિષયને જે કે સીધી રીતે સ્પર્શતી નથી, પણ તેની અસર અપક્ષ રીતે સવિસ્તાર ઉપર થતી હોવાથી તેનો ઉલ્લેખ કરવાની જરૂર પડી છે. તેવી જ રીતે એક બીજો પ્રશ્ન પણ રાજ્યવિરતાર ઉપર અપરોક્ષ રીતે પોતાની અસર નીપજાવત હોવાથી અને તેને આવિર્ભાવ હવે પછી વારંવાર થતો રહેતા હોવાથી, તે વિશેની સમજૂતી પણ અત્રે આપી દેવાની જરૂર છે. આ પ્રશ્ન પરદેશી આક્રમણકારોને લગત છે. નિયમ છે કે કારણ વિના કાર્ય સંભવતું જ નથી. તે ન્યાયે આક્રમણ લઈ જવામાં પણ અમુક હેતુઓ રહેલા હોય છે. સાધારણતઃ તેનું નીચે પ્રમાણે વર્ગીકરણ કરી શકાય છે. (૧) કેવળ કુતુહળને લીધે જ કરવામાં આવે છે. એટલે તેમાં તે ત્યાં જઈ તે દેશના હવાપાણી, પ્રજાની રીતભાત જેવાં અને સાથે સાથે હાથમાં આવી જાય તેટલો દ્રવ્યસંચય કરતા આવવું તેટલા પૂરતો જ હેતુ હોય છે. (૨) દેશ છતવાને ઈરાદો હોય છેઆમાં તે ત્યાંની પ્રજાને (અથવા રાજ્ય કરતી વ્યક્તિને) જીતીને ત્યાં પિતાનું વર્ચસ્વ જમાવવાનું હોય છે. પછી ત્યાં ને ત્યાં જ વસાહત કરી, ઠરી હામ બેસવું કે પિતા તરફન ઈ અધિકારી નીમી રાજતંત્ર ચલાવવું, તે જુદો જ પ્રશ્ન છે. પહેલા પ્રકારને હેતુ જ્યારે રખાયેલ હોય છે, ત્યારે તે આક્રમિત (૨૩) આ માટે અમારું પોતાનું જ મંતવ્ય જાહેર કરીએ તેના કરતાં ઈતિહાસના પ્રખ્યાત વિદેશી લેખક છે. એચ. જી. વેશે પિતાના વિચારો ૧૯૨૨ ના ફ્રેન્ડ મેગેઝીનના સપ્ટેમ્બરના અંકમાં, જે શબ્દોમાં ટાંક્યા છે અને જે અક્ષરશઃ આપણે પુ, ૨ માં પૂ. ૩૮૫ ઉપર ઉતાર્યો છે તે શબ્દો જ વાંચી જવા વાચકને વિનવીશું; તેમજ પુ૨માં પૃ. ૩૮૨ થી ૩૮૫ સુધીમાં કાંગડી ગુરૂ કુળના સમયે આચાર્ય શ્રીયુત વિદ્યાભૂષણ અલંકાર જીએ જે અનેક રાજકર્તા વિજ્ઞાનવેત્તાઓ, શોધકે અને ધમ. પ્રચાર સાથે તેની તુલના કરી બતાવી છે અને તેમના પોતાના જ શબ્દોમાં ઉતારી છે, તે પણ વાંચી જવા વિનંતિ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy