________________
પરિછેદ ]
અને સંવતસર
૩૨૫
મારું એમ માનવું થયું છે કે, જ્યારે પ્રથમના રાજા મોઝી સ્વતંત્ર થઈ પોતે હિંદમાં ગાદી સ્થાપી અને ભાદર વતનમાં પણ ક્રાંતિ મટી જઈને બધું શાંત થઈ ગયું ત્યારે પુનઃરચના અને સર્જન કરવાના પ્રયાસો પોતે કર્યા હતા. તે પુન: સર્જન કઈ રીતે થવા પામ્યું છે તે સમજવા, પાર્થીઓની ગાદીની વંશાવળી તરફ થોડો વખત આપણે નજર ફેરવવી પડશે. (જુઓ પૃ. ૧૪પ ને કઠો) મિડેટસ ધી ગ્રેઈટ-બીજાના ઈ. સ. પૂ. ૮૮ માં મરણ પામ્યા પછી ૨૮ વર્ષ સુધી બે ત્રણ નાના રાજાઓ ગાદીએ આવી ગયા છે. તે બાદ મિડેટસ ત્રીજે ગાદીએ આવ્યો. તેની કારકીર્દી ઈ. સ. પૂ. ૬૦ માં શરૂ થઈ છે. તે સમયે હિંદની ગાદી ઉપર અઝીઝનું સ્વામિત્વ તે ચાલતું હતું પણ વૃદ્ધાવસ્થાને લીધે (અને ધારું છું કે તે કદાચ અપંગ પણ બની ગયો હશે) તેને પુત્ર અઝીલીઝ તેને રાજકાજમાં મદદ કરતે ૧ હતું. એટલે ઈરાનના મિથેડેટસ ત્રીજા વચ્ચે અને આ બાજુ અઝીલીઝ વચ્ચે સર્જન કેવી રીતે કરવું તેના સંદેશા ચાલ્યા હેય; તેવામાં અઝીઝનું મરણ ઈ. સ. પૂ. પ૮ માં થતાં અઝીલીઝ ગાદીએ આવ્યો. અને ઈરાનમાં વળી મિથ્રેડેટસનું મરણ ઈ. સ. પૂ. ૫૬ માં થતાં તેની ગાદીએ ઓરડસ આવ્યો. હવે આ બે વચ્ચે સમજૂતિનું પ્રકરણ ચાલ્યું.
એટલે એમ તોડ નીકળ્યો લાગે છે કે, બે ગાદી કરવાથી તેટલી કમજોરી વધે છે અને તેથી તેને લાભ ત્રીજે લઈ જાય છે; જ્યારે મળે તે બને એક જ છે; માટે અઝીલીઝના મરણ બાદ હિંદની અને ઈરાનની ગાદી એક જ છે એમ લેખવું અને તે માટે ઈરાનને દરજજે અવલ હેઇને ત્યાંથી શાહજાદે અથવા યુવરાજ હિંદ ઉપર વહીવટ ચલાવવા આવે. આ પછી અઝીલીઝનું મરણ છે. સ પૂ. ૩૦ માં થયું. તે સમય દરમ્યાન ઈરાન ઉપર એક બે રાજા થઈ ગયા હતા અને તેની પહેલાના ભાઈ સ્પેલીરીઝનું રાજ્ય ચાલતું હતું. એટલે પ્રથમની થયેલ શરત પ્રમાણે તેને પુત્ર૬૩ અઝીઝ જે તે સમયે અફગાનિસ્તાનમાં કોઈ પ્રાંત ઉપર વહીવટ ચલાવતા હતા તેની નિમણુક હિંદના રાજકર્તા તરીકે કરવામાં આવી. તેણે હિંદમાં આવી અઝીઝ બીજા તરીકે રાજ્યની લગામ હાથમાં લીધી. વળી આ પ્રમાણે વહીવટ ચલાવવામાં કેટલીક અગવડત. આવવા પામી. એટલે અઝીઝ બીજાની પછી ગાદીએ આવનાર ગેડે ફારનેસના સમયે બને ગાદીઓ એકત્ર કરી નંખાઈ અને ગેડે ફારનેસને ઈરાનને શહેનશાહ ઠરાવવામાં આવ્યો. જેથી તેણે હિંદમાંથી પિતાને મુકામ ઉઠાવી ભાદર વતનમાં કર્યો (આ હકીકત માટે તેનું વૃત્તાંત
(૬૦) આ કારણથી બાપ-દીકરાના ચહેરા એક એક સાથે પણ બાજુ ઉપર પડયા છે; નહીં તે એકનું સવળી બાજી અને બીજનું અવળી બાજુ એમ પાડવાની જે સામાન્ય રીત છે તે પ્રમાણે પાડત (વળી વિશેષ માટે અઝીલીઝના વૃત્તાંત જુઓ).
(૬૧) કે. હિ. ઈ. પૃ. ૫૭૨-Aziz I was succeeded by Azilises but there was certainly a period in which these two kings were associated in government, અઝીઝની
પાછળ અઝીલીઝ ગાદીએ આવ્યે છે. પણ ખરેખર એક વખત એ હતું જ, જે વખતે આ બંને રાજાએ વહીવટ કરવામાં સાથે જોડાયા હતા.
(૬૨) આ કારણથી જ રાજ મઝીઝને મેં બાદશાહી કુટુંબ સાથે લેહસંબંધથી યુકત માન્ય છે, પછી તે લોહી સંબંધ કેટલો નીકટને હતું તે જુદી વાત છે.
(૬૩) સ્પેલીરીઝને પુત્ર એટલે નોસીસને ભત્રિજે.
(૬૪) આ ઉપરથી સમજશે કે અઝીલીઝ અને અઝીઝ બીજને પિતા-પુત્રને સંબંધ નથી જ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com