SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ નું વૃત્તાંત. ૧૫ પરિચ્છેદ] પણ મન ઢચુપચુ રહ્યા કરતું હશે ત્યારે આખરે ઊભા થયેલ સંજોગોને લીધે કાયમ કરવાની તેને હવે ફરજ પડી હતી. એટલે કુલ તેના ૨૩ વર્ષના રાજત્વકાલમાંથી ભારતીય રાજા તરીકે તેને સમય ઈ. સ. પૂ. ૧૯૦ થી ૧૮૨ સુધી ૮ વર્ષને જ કહી શકાય. હવે ડિમેટ્રીઅસના મગજમાંથી બેકટ્રીઆની ઉપાધી ઓછી થઈ ગયેલ હેવાથી તેણે પોતાનો સર્વ સમય હિંદના રાજકારણમાં જ ગાળવા માંડયો હતો. આ સમયે તેની સાથે એક હેલીકલ્સ અને બીજો મિનેન્ડર નામે ન સરદાર હતાજેમાં પ્રથમ ઉપર જણાવી ગયેલ યુક્રેટાઈડઝ બળવાખોરને પુત્ર ૫ થતો હતો તથા બીજે કાંઈક દૂરનો સગો થતો હતો. અહીં સાકલમાં સ્વસ્થ થયા પછી (આ પ્રદેશને મહાભારતના સમયે મદ્રદેશ૧૭ કહેવામાં આવતા હતા. રાજ પાંડુની માઠી નામની રાણી તે આ પ્રદેશના રાજાની પુત્રી સમજવી) તેણે અગ્નિમિત્રના યુવરાજ વસુમિત્રને લેભાવવા એક સુંદર લલના તેની નજર પાડવા ગોઠવણ કરી. ધાર્યા પ્રમાણે તે યુવતીની વસુમિત્રે માંગણી કરી હતી, ડિમેટ્રીઅએ અસ્વીકાર કર્યો હતો અને પછી યુદ્ધને આરંભ થયો હતે વિગેરે હકીકત અગ્નિમિત્રના વૃત્તાંતે જણાવી ગયા છીએ. આ યુદ્ધમાં ટ્રિીઅસને વિજય થવાથી સતલજ નદીના કિનારા સુધીને મુલક તેની આણમાં આવી પડ્યો હતે.૧૮ તે બાદ બેએક વર્ષે, અગ્નિમિત્રે બીજા અશ્વમેધની તૈયારી કરી. તે અશ્વની રખેવાળી પિતાના યુવરાજ વસુમિત્રને સંપી હતી. રાજા ડિમેટ્રીઅસે તે અશ્વ ફરતે ફરતો જ્યારે સિંધુ નદીના કિનારે આવ્યા ત્યારે તેની અટકાયત કરી હતી. તે ઉપરથી વસુમિત્ર અને ડિમેટ્રિઅસ વચ્ચે યુદ્ધ થયું હતું, જેમાં વસુમિત્રનું મરણ નીપજયું હતું. ઇ. સ. પુ. ૧૮૨ ના સુમારે આ બનાવની નોંધ કરી શકાશે. પિતાના યુવરાજનું મરણ થવાથી ખુદ આગ્નમિત્રે પોતેજ સૈન્યની સરદારી લીધી અને ડિમેટીસને શિક્ષા કરવા નીકળ્યા. આ યુદ્ધમાં રાજ ડિમેટ્રીઅસનું મરણ નીપજ્યું હતું. ઇ. સ. પૂ. ૧૮૧; એટલે સમ્રાટ અગ્નિમિત્રે તે વિજયની ખુશાલીમાં બીજો અશ્વમેધ સંપૂર્ણ કર્યો. તેને કેષ્ઠ પુત્ર ન હોવાથી તેની ગાદીએ તેને સરદાર (૧૫) આ યુક્રેટાઈડઝના પિતાનું નામ પણ હેલીકલ્સ હતું તેમ પુત્રનું નામ પણ હેલીકલ્સ હતું. પિતા હેલીએકસ કાંઈ પ્રસિદ્ધ થયે નથી પણ પુ:-હેલી ઓકસે હિંદમાંથી પાછા વળતાં બેકટ્રીઆના રસ્તામાં પોતાના પિતાને ભેટે થતાં, રાજ તરફની બેવફાદારીને લીધે પિતાનું ખૂન કરી પિતે ગાદીએ બેઠા હતા. તેના વખતમાં બેકટ્રી- આના રાજવંશનો અંત આવી ગયો છે અથવા કદાચ અન્ય કોઈ રાન થવા પામ્યા હોય તો તે માત્ર નામધારી જ હતા એમ સમજવું. ભા. પ્રા, રા. ૫. ૨૫. પૃ. ૧૯૦ જુઓ. (૧૬): અ. હિ. ઈ. આવ. ૩ પૃ. ૧૯૯૪Me- nander a relative of the Bactrian monarch Eucratides-બેકટ્રીઅન રાજા યુક્રેટાઈડઝને મિનેન્ડર સગે થતે હતો. (૧૭) કે. હિઈ. ૫. પ૪૯sakala was a city of the Madras (Upanishad III, 3, 1: 7, 1.)... between the rivers Chenab and Ravi. મદ્ર પ્રજાનું નગર સકલ ચિનાબ અને રાવી નદી વચ્ચે આવેલું છે (ઉપનિષ; ૭:૩:૧,ી.) (૧૮) આ યુદ્ધના વિજયથી રાજા ડિમેટ્રીઅસના સરદારેએ તેના સ્મરણ તરીકે સિક્કાઓ પડાવ્યા લાગે છે. ( જુઓ કે. હિ. ઈ. પૃ. ૫૪૭. ) (૧૯) આ સિંધુને અવંતિ રાજયે આવેલ ચંપલ નદીની એક શાખા કે જેનું નામ કાળી સિંધુ છે. તે નદી હેવાનું અને તે નદીના કિનારે આ યુદ્ધ થયાનું કેટલાક વિદ્વાનોએ માન્યું છે તે બરાબર નથી ( જુઓ ઉપરમાં પૃ. ૫, ટી. નં. ૪) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy