________________
પૃષાને ત્રીજા પુસ્તકે અને બીજા અઢીસને ચોથા પુસ્તકે લઈ જવાં. પણ તેમ કરવા જતાં ચાર પુસ્તકમાંના પ્રથમનાં બે નાનાં, અને પછીનાં બે મોટાં દેખાય જેથી આખા સેટનાં સર્વે પુસ્તક એક સ્થાને ગોઠવાતાં સુમેળ સાધતાં નજરે ન પડેઃ જેથી નિર્ણય કરવો પડ્યો કે, ચારને બદલે પાંચ વિભાગમાં જ અને પાચેને એકધારા કદમાં જ બહાર પાડવાં. તેને અવલંબીને, આ તૃતીય વિભાગે છ ખંડ સુધીનું વૃત્તાંત જ દાખલ કર્યું છે, જ્યારે બાકીના પાંચ ખંડને સમાવેશ ચોથા તથા પાંચમા પુસ્તકે કરવામાં આવશે. આ પ્રમાણે ચારને સ્થાને પાંચ પુસ્તક થવાથી તેની કિંમતમાં જે કાંઈ ફેરફાર કરે પડે તે પ્રકાશકના ક્ષેત્રનો પ્રશ્ન હોઈ તેમના નિવેદનમાંથી માહિતી મેળવી લેવી.
પાંચમો આખો ખંડ શુંગવંશને લગત છેતેને પાંચ પરિછેદ પાડવામાં આવ્યા છે. દરેક પરિચ્છેદમાં પૂર્વ પુસ્તકની પેઠે અદ્યાપિ પર્યત ન જણાયલી હકીકત જ સાબિત કરીને રજુ કરેલી છેઃ અત્ર તેનું વર્ણન છૂટું ન આપતાં તે તે પરિરછેદને અનુક્રમ વાંચી જવાની જ ભલામણ કરીશ. છતાં ટૂંકમાં જણાવીશ કે પ્રથમ તે તે વંશના નવે રાજાની સમયાવળી, અને વિશુદ્ધ નામાવલી ઉભી કરવામાં પણ અપરિમિત શ્રમ ઉડાવ પડયે છે. તે બાદ પુષ્યમિત્ર, અગ્નિમિત્ર તથા વસુમિત્ર; તે ત્રણેનાં સંકલિત જીવન વ્યવસાયને પૃથફ કરી બતાવવામાં પણ તેટલી જ જહેમત ઉઠાવવી પડી છે. છતાં પતંજલી મહાશય અને પં. ચાણક્યના જીવનવૃત્તાંતની સરખામણી કરી તેને રસ ઝરત બનાવવામાં ઊણપ આવવા દીધી નથી. રાજા કલિકને લગતા ખ્યાનમાં એર વળી એક નવીન જ પ્રકરણ ઉભું થતું દેખાશેઃ તેજ પ્રમાણે શુંગ સામ્રાજ્યની પડતીના સમયે ચાનપતિ ડિમેટ્રીઅસ અને મિનેન્ડરે ભજવેલ ભાગ પણ અનેરોજ પ્રકાશ આપે છે.
છઠ્ઠો ખંડ સઘળી પરદેશી પ્રજાના ઈતિહાસને લગતે છે. તેના અગિયાર પરિચ્છેદ પાડયા છે. તેમાંના બે યન પ્રજાના છે. ત્રણ ક્ષહરાટપ્રજાને છે. એક પરિશિષ્ટરૂપે મથુરા અને તક્ષિલા નગરીના સ્વતંત્ર વૃત્તાતને છે. બે પાર્થિઅન્યના છે. બે શકના છે. અને છેલ્લો અગિઆરમે પરચુરણ બાબતને છે. તેને પણ બે વિભાગ પાડી, પ્રથમમાં શક, આભીર અને શૈકૂટક પ્રજાનાં તથા બીજામાં ઓશવાળ, શ્રીમાલ અને ગૂર્જર પ્રજાનાં એતિહાસિક અંગોનું વર્ણન આપ્યું છે. આ દરેકમાં કયા કયા પ્રકારની હકીકત વર્ણવવામાં આવી છે તેનું ભિન્ન ભિન્ન સ્વરૂપ બતાવવા કરતાં તે તે પરિચ્છેદનું સાંકળીયું જોઈ લેવા જ ભલામણ કરવામાં આવે છે. છતાં એટલું જ અને જાહેર કરી શકીએ કે, દરેકે દરેક પરિચછેદમાં તદ્દન નવીન નવીન બાબતે જ દર્શાવવામાં આવી છે.
ચિત્રની બાબતમાં પણ પૂર્વની પેઠે નકશાઓ, પ્રાચીન શિલ્પના નમુનાઓ અને રાજકર્તાઓના મહોરાંઓ આપ્યાં છે. ઉપરાંત જે કેટલાક સિક્કાઓનું વર્ણન એક યા બીજા કારણે પુ. ૨ માં લખવું રહી ગયું હતું, તેને એક પટ બનાવીને જેડ છેઃ નકશામાં જે રાજ્યવિસ્તારના છે તે તે પોતપોતાના ક્ષેત્રની નવીનતા રજુ કરે છે જ, પણ જંબુદ્વીપ, શાકદ્વીપ અને અઢીદ્વીપને લગતા જે છે તે તે સર્વ કેઈને નવી જ વસ્તુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com