________________
અંકમાં રૂ. ૩૭૫-૭૬ તથા ૨૬-૪-૩૬ના અંકમાં પૃ. ૩૯૭ થી ૪૦૦ ઉપર બહાર પડી ગયા છે. દરમ્યાન તેઓશ્રી તરફથી પ્રાંગધ્રા મુકામેથી બહાર પડેલ શ્રીવીર-વિહાર મીમાંસા નામની ૧૯–૩-૩૬ના રોજ પ્રગટ થયેલી એક નાની પુસ્તિકામાં પૃ. ૧૮ ઉપર કાંઈક ઈસારે કરેલ છે. તથા તેજ શહેરમાંથી માત્ર એક અઠવાડિયા બાદ એટલે ર૭-૩-૩૬ની લખેલી અને ૧-૪-૩૬ના પ્રગટ થયેલ ૨ “અશોકના શિલાલેખો ઉપર દષ્ટિપાત” નામની બીજી પુસ્તિકામાં વિગતેથી પિતાના વિચારો રજુ કર્યા છે, આ પુસ્તિકાના અંતમાં પૃ. ૬૦થી ૬૬ સુધી મને ઉદ્દેશીને ૬૧ પ્રશ્નો તેઓશ્રીએ પૂછયા છે, જેમાં ઉપરના ર૭ પ્રશ્નોને પણ સમાવેશ થઈ જાય છે. દષ્ટિપાતવાળી આ પુસ્તિકા તેઓશ્રીએ અન્ય વિદ્વાનોને તેમજ
ગુજરાતી' સાપ્તાહિક પત્રને સમાલોચના માટે મોકલી હશે એમ જણાય છે. મેં પણ પ્રાચીન ભારતવર્ષ પુ. ૨ અન્ય પત્રકારની સાથે “ગુજરાતી સાપ્તાહિકને તથા પ્રસ્થાન' માસિકને પરિચય લેવા મોકલ્યાં હતાં. તેમાં ખૂબી એ થઈ છે કે ગુજરાતી સાપ્તાહિકમાં મારા પુસ્તક પરિચય જે છપાયો છે તેની સાથેજ પૂ. આ. મ.ની દષ્ટિપાતવાળી પુસ્તિકાનો પરિચય પણ છપાયો છે, જેથી વાચકને કાંઈક તુલના ગોઠવવાને અવકાશ મળે. આ બન્ને પરિચય વાંચીને તેના સમાલોચક મહાશયે જે જે એતિહાસિક મુદ્દાઓ બેટી રીતે સમજીને વિધાન રજુ કર્યા હતાં તે વિગતવાર બન્ને પુસ્તકનાં પૂછો, પંક્તિઓ અને શબ્દો ટાંકીને તેજ પત્રમાં છાપવા મેં મોકલી આપ્યાં હતાં. તેમાં આ દષ્ટિપાતવાળી પુસ્તિકામાંનાં મારાં મંતવ્ય વિશે મૂળ લેખકે (પૂ. આ. . શ્રીએ) જે ગલતીઓ કરીને પાનાને પાનાં ભરી કાઢયાં હતાં તે પણ બતાવવામાં આવ્યું છે. આ
૨ સાંભળવા પ્રમાણે ૧-૪-૩૬નું પુસ્તક તે સમય બાદ લગભગ ત્રણેક મહિને બહાર પડયું છે. શા માટે આ હકીકત છુપાવાઈ હશે કે તે તેના સંચાલકો જાણે. પણ કાંઈક ગંદી રમત રમાતી હશે એમ કહેવાય છે.
૩ આ પુસ્તિકાની એક નકલ તેઓશ્રી તરફથી જ મને પિસ્ટદ્વારા મળી હતી.
૪ કેમકે, તેવા વિદ્વાને તરફથી જે અભિપ્રાયો તેમને મળ્યા હશે, તેમાંના જે ઠીક લાગ્યા હશે તેનાં ટાંચણ કરીને કે કદાચ આખા ને આખા પણ છપાવીને એક પુસ્તિકા રૂપે તેમણે બહાર પાડયા હતાઃ જેની એક નકલ તેમનાજ તરફથી મને ટપાલ દ્વારા (ટી. ન. ૩માં જણાવ્યા પ્રમાણેની વિધિથી) મળી હતી. તે અભિપ્રાય પત્રોમાં પ્રસ્થાન' માસિકના વિદ્વાન તંત્રી મહાશય શ્રી પાઠકજીનો પણ એક હતો જેમને મેં સમાલોચના લેવા માટે પ્રાચીન ભારતવર્ષ પુ. મોકલ્યું હતું. તેને લગભગ છ મહિના થઈ ગયા હતા છતાં પરિચય લેવાયો નહોતઃ પણ આ પત્રમાં તેમણે પૂ. આ. કે. ને મારા પુસ્તકની સમાલોચને લેવા વિનંતિ કર્યાને ઉલ્લેખ હતા આ શબ્દો વાંચીનેજ, મારા પુસ્તકની સમાલોચના કેવી આવશે તે વિશે અમુક કલપના મેં કરી લીધી હતી, જે પ્રસ્થાન' માસિકના છેલ્લા અંકમાં ૫, ૨૭૧ થી ૮૨ જેવાથી ખરી પડતી દેખાય છે.
૫ કેમકે ગુજરાતી પત્રના ૪–૧૦–૩૬ના અંકમાં પૃ. ૧૪૬૬ ઉપર તેને પરિચય લેવામાં આવ્યા છે. ૬ ઉપર ટીકા નં. ૪ જુઓ. ૭ નીચેની ટીકા નં. ૯ ની સાથે વાંચે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com