________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ
૨૧
સહાજી(બીજા સયાજી)રાવના રાજ્યમાં રાજા, રાજમંડલ -અને સૌ પ્રજાનું કલ્યાણ કરવા દેવે દર્શન આપ્યાં–તે હકીકતમાં જણાવે છે કે-રાવપુરામાં દેશી(દેશસ્થ) બ્રાહ્મણ રામા(મ)જીને ઘરે ભૂમિમાં બિરાજતા દેવે તેને સ્વપ્ન આપી સમજાવ્યું હતા, પરંતુ તે સમજી શક્યા ન હતા; તપાગચ્છ-સાગરગચ્છના આચાર્ય શાંતિસાગરસૂરિને સ્વપ્ન આપી પિતે પ્રગટ થવા
૧ શાંતિસાગરસૂરિ.
પં. હીરવધનના શિષ્ય કવિ ક્ષેમધને રાજનગર(અમદાવાદ)ના નગરશેઠ શાંતિદાસના વંશજ વખતચંદશેઠને જે ઐતિહાસિક રાસ
ઓ છે, ૪પ ઢાળવાળા પુણ્ય—પ્રકાશ નામને વિસ્તૃત તે રાસ કવિએ વિ. સં. ૧૮૭૦ માં આષાઢ શુ. ૧૩ રાજનગરમાં પૂર્ણ કર્યો હતો. તે સમયે આ શાંતિસાગરસૂરિ(આણંદસાગરસૂરિના પટ્ટધર) અણહિલપુર પાટણમાં ચોમાસું રહ્યા હતા. કવિએ એ રાસને અંતિમ કથનમાં તપા-સાગરગચ્છના અધિપતિ તરીકે એમના નામનો ઉલ્લેખ આ પ્રમાણે કર્યો છે—
“આણંદસાગરસૂરિ તસ પાટે, ભવિયણને હિતકારી છે; તેહ ગુસ-પાટ-પટોધર પ્રગટ્યા, શાંતિસાગર સુખકારી છે. ૧૩ સૂરી–ગુણ તસ અંગ બિરાજે, સભાગી-સિરદાર છે; સાગરગચ્છ-ગુરુ-ભાર-ધુરંધર, નિર્વહે સુખકાર છે. ૧૪ અનહલપુર પત્તન માસું, સંપ્રતિ સૂરિ બિરાજે છે; એહ રાસની રચના કીધી, સુંદર તેહને રાજે છે.” ૧૫ –ઐતિહાસિક જૈન-રાસમાળા ભા. ૧, પૃ. ૧૦૦૧
[સં. મે. દ. દેશાઈ, પ્ર. અધ્યાત્મજ્ઞાન-પ્રસારક મંડળ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com