________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ ૧૯ ધમી જેન-જનનાં ઈતિ, ઉપદ્રવ, ભય, સંકટ હરવા–સંઘનાં વિને હરવા–એ દેવીને પ્રાર્થના કરી છે.
થતાં લાલણ અંતઃકરણમાં ખિન્ન થઈ પોતાના કુટુંબને લઈ માતા સાથે ત્યાંથી ચાલી નીકળ્યો. કચ્છદેશમાં ડેણ નામના મનહર ગામમાં સૂરાજીનામને રાજા લાલણને મામે હતા, માતા અને પત્નીની પ્રેરણાથી લાલણ ત્યાં ગયો. વૃત્તાંત જણાવ્યું. મામાએ સત્કાર કર્યો. પિતાને પુત્ર ન હોવાથી સુરાજીએ ભાણેજને પુત્ર તરીકે સ્વીકારી તેને પિતાના રાજ્યપટ્ટ પર સ્થા. વૃદ્ધ માતા રૂપદેવી એ જોઈ ઘણાં હર્ષિત થયાં, જિનધર્મનું આરાધન કરતાં તે કાલ-ક્રમે ભાઈ પછી પરલોક-પથે સંચર્યા. માતાના મૃતકાર્ય–પ્રસંગે લાલણે મોટા ભાઈ લખધીરને વિનયપૂર્વક પિતાના ગામમાં બેલાબે, પરિવાર સાથે તે આવ્યા. માતાના વિયોગ-દુખે દુઃખી બન્ને ભાઈઓ મળ્યા. તેઓએ માતાની અગ્નિ-સંસ્કારની ભૂમિમાં માતાની મૂર્તિ સાથે દેવકુલિકા( દેહરી) કરાવી હતી. લખધીર રજા લઈ પિતાના કુટુંબ સાથે પિતાના ગામમાં ગયો. દાનેશ્વરી લાલણ પિતાની પ્રજાનું પાલન કરતા હતા, જેનધર્મનાં અણુવ્રતનું પાલન કરતા હતા. તેને સેના નામની પત્નીથી બે પુત્રો થયા હતા. પિતાનું ગોત્ર સ્થાપન કરવાની લાલસાવાળા લાલણે એક વખતે અષ્ટમ તપ ( ૩ દિવસના ઉપવાસ ) કરી મહાકાલીનું આરાધન કર્યું હતું. કાલીએ પહેલાં ભીષણ રૂપે અને પછી પ્રશાંત મને હર લક્ષ્મી-રૂપે દર્શન આપ્યું હતું. લાલણે પદ્માસનસ્થ પ્રશાંત મૂર્તિને પ્રણામ કરી પિતાના વંશજોની રક્ષા માટે, વૈભવ માટે પ્રાર્થના કરી હતી. દેવીએ “લાલણ' નામે પ્રસિદ્ધ થનાર વંશ-વૃદ્ધિ વિસ્તાર માટે વરદાન–વચન આપ્યું હતું. લાલણે એવી રીતે વિ. સં. ૧૨૨૯માં લક્ષ્મીનું રૂપ ધરનારી કાલીને ગોત્ર-દેવી તરીકે સ્થાપી હતી–
“gવ યુ વ મી નિધિ-દયા( ૧૨૨૨)મીતે મનો संस्थापयामास स गोत्रदेवी काली च लक्ष्म्या वररूपधर्नाम् ॥"
–વર્ધમાન-પસિંહએષ્ટિ ચરિત્ર સર્ગ ૧, કલેક ૬૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com