________________
૧૧૪
પાવાગઢથી વડોદરામાં પાવાગઢ તીર્થને નાશ વડેદરાના વાણિયાના હાથે જ થયે છે. માહરા દેખતાં દેખતાં મૂર્તિઓ ગઢ ઉપરથી ઉઠાવી લાવ્યા ને દિગંબરને મંદિરનું બેખું હાથે ઝાલીને સેંચ્યું છે. એ મંદિર તથા આજુબાજુની જમીન અત્યારે લાખાને ખચ્ચે પણ ન મળે એટલી જમીનની માલીકી સોંપી દીધી છે! નવાં તીર્થો ઉભાં કરવાં–ને જુનાં તીર્થોને નાશ કરે એવું કાર્ય આપણ અજાણ લેકે કરી રહ્યા છે! દિગંબર લોકોએ એ જ આપણા મંદિરમાં હાંડી-ગુમરો ને કિંમતી તકતાઓ મૂકીને ઝાકઝમાળ કરી મૂક્યું છે. ને એવા રળીઆમણું પહાડ ઉપર પગ મૂકવા જેટલું આપણું લોકોએ રહેવા દીધું નથી. સાઠ હજાર પાલીતાણે ભરવાના માથે લીધા x x છેવટ સાઠ હજાર ચૅચ્યા, હવે ખભા મરડે છે. હવે તીર્થોને સંભારી સંભારીને મુઆ પાછળ રવા જેવું છે. આપે જે પરિશ્રમ લીધો છે, તે કેટલું સાહિત્ય તપાસ્યું હશે? ત્યારે એ તારવણુ કરી હશે–એ તે સુજ્ઞ પુરુષે જ જાણે.”
[ વિશેષ વક્તવ્ય ] [ આ સ્થળે જણાવવું જોઈએ કે-તેજપાલના વિજય ના પ્રાસ્તાવિકમાં મેં જણાવેલા “પાવાગઢચાંપાનેર સાથે છે. જેને ઈતિહાસ’ નામના પૂર્વોક્ત પ્રકરણે “વે. જેનસમાજ સિવાય દિગંબર-જૈન સમાજના ઈતિહાસ પ્રેમી સાક્ષરોનું પણ ધ્યાન ખેંચ્યું છે. “ભાસ્કર” પત્ર (ભાગ ૬, કિરણ ૩,
પૃ. ૧૪૭–૧૫૦) માં બીકાનેરનિવાસી શ્રીયુત અગરચંદજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com