SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ નયમાર્ગદર્શક પ્રદેશ કહેવાય છે, એવી રીતે જે સમયે જે દ્રવ્યને ઉપયોગ આપી પુછવામાં આવે, તે સમયે તે પ્રદેશ તે દ્રવ્યને કહેવામાં આવે છે. જીજ્ઞાસુ, ભગવન, હવે મારા સમજવામાં આવ્યું. આપ કૃપા કરી એ વિષયને આગલ ચલાવે. સુરિવર–ભદ્ર, વલી અહિં એક બીજી વાત પણ યાદ રાખવાની છે કે, જે દ્રવ્યનું નામ લઈ પુછવામાં આવે, તે પ્રદેશ તે દ્રવ્ય કહેવાયએ શબ્દ નયના મતથી સમજવું, એક આકાશ પ્રદેશમાં ધર્માસ્તિકાયને એક પ્રદેશ રહ્યા છે, તથા અધર્માસ્તિકાયને પણ એક પ્રદેશ રહે છે, તથા જીવ અનતાના અનંતા પ્રદેશ રહ્યા છે, અને પુદ્ગલ પરમાણુઓ પણ અનંતા રહ્યા છે-એ સમભિરૂઢ નયને મત છે. અને જે સમય જે પ્રદેશ જે દ્રવ્યના કિયા ગુણને અંગીકાર કરતે દેખવામાં આવે તે સમયે તે પ્રદેશ તે દ્રવ્યને ગણાય છે–એ એવભૂત નયને મત છે. ભદ્ર નયચંદ્ર, આ પ્રમાણે એક આકાશ પ્રદેશમાં છ દ્રવ્યનું સ્વરૂપ સાત નથી જાણી શકાય છે, અને તે જાણવાથી વસ્તુના સ્વરૂપને નિઃશંક બંધ પ્રાપ્ત થાય છે. આ વખતે શ્રાવિકા સુબેધાએ પ્રશ્ન કર્યો–ભગવન, આપે તે સાત નયને જેવી રીતે વસ્તુ–સ્વરૂપમાં ઘટાવે છે ? તેવી રીતે લાકિક વાર્તાના દ્રષ્ટાંતમાં ઘટાવે તે વિશેષ સમજૂતી પડે. સરિવર–ભકે, તે વિષે એક લાકિક દષ્ટાંત કહેવાય છે, તે સાંભળે—ધર્મચંદ્ર અને કર્મચંદ્ર નામે બે મિત્ર હતા, તેઓ હમેશાં સ્વધર્મમાં તત્પર અને તત્ત્વ શોધક હતા. એક વખતે તેઓ કઈ જૈન મુનિની કથા શ્રવણ કરવાને ઉપાશ્રયમાં ગયા, તે વખતે તે વિદ્વાન જૈન મુનિએ સાત નયનું સ્વરૂપ સમજાવા માંડયું, તેમણે નયનું સ્વરૂપ એવી શુદ્ધ રીતે પ્રરૂપ્યું કે, જે સાંભળીને ધર્મચંદ્ર અને કર્મચંદ્ર બંનેને સાતે નયના સ્વરૂપનું ઘણું ઉત્તમ જ્ઞાન થઈ આવ્યું, ત્યારથી તેઓ બંને દરેક વસ્તુ અને વાર્તામાં સાત નયનું સ્વરૂપજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034567
Book TitleNay Margdarshak Yane Sat Naynu Swarup
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1909
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy