SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૮) નયમાર્ગદર્શક. * સામાન્ય માનતા નથી, તેથી લેકવ્યવહાર પ્રધાન જે નય, તે વ્ય વહારનય કહેવાય છે. અથવા વિનિશ્ચયને અર્થ વિશેષ નિશ્ચય પણ થાય છે. એ ઉપરથી ગોવાળ વિગેરેની અલ્પમતિ સ્ત્રી અને બાળકે જે અર્થને જાણે, તેવા અર્થમાં જે પ્રવર્તે, તે વ્યવહારનય કહેવાય છે. નયચંદ્ર–મહાનુભાવ, તેને માટે વિશેષ સ્પષ્ટ કરી સમજાવે. સૂરિવર–ભદ્ર નયચંદ્ર, એક માટીને ઘડો છે, તેની અંદર પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, અને આઠ સ્પર્શ નિશ્ચયથી રહેલા છે, પણ જો તે ઘડે કોઈ અલ્પમતિ ગવાળની સ્ત્રીને બતાવીએ તે તે જે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ અધિક હશે, તે દેખશે અને તે કડી જણાવશે–બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ તે માનશે નહીં, એ વ્યવહારનય કહેવાય છે. નયચંદ્ર, ભગવન , હવે વ્યવહારનયનું સ્વરૂપ યથાર્થ રીતે મારા સમજવામાં આવ્યું છે. ' સૂરિવર–ભદ્ર નયચંદ્ર, એ પ્રમાણે નિગમ, સંગ્રહ અને વ્ય વહાર–એ દ્રવ્યાર્થિક નયના ત્રણ ભેદ મેં કહ્યા છે, હવે નિત્યને સમય થઈ ગયો છે, તેથી આજનું વ્યાખ્યાન સમાપ્ત કરવામાં આવે છે.” આ પ્રમાણે કહી સૂરિવરે પિતાનું વ્યાખ્યાન સમાપ્ત કર્યું, એટલે નયચંદ્ર પિતાના કુટુંબ સાથે સૂરિવરને વંદના કરી ત્યાંથી સ્વસ્થાન પ્રત્યે ચાલ્યો ગયો. સૂરિવર પણ પોતાના શિષ્યની સાથે પિતાની આવશ્યક ક્રિયામાં પ્રવર્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034567
Book TitleNay Margdarshak Yane Sat Naynu Swarup
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1909
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy